________________
धरसेन २ जानां ताम्रपत्रो
ભાષાન્તર' પિત્તનકમાં છાવણી નાંખી રહેલી વિજયી સેનામાંથી, મહારાજ ધરસેન. જેણે પિતાના પિતાના પાદનખમાંથી નિકળતાં કિરણારૂપી ગંગાપ્રવાહ વડે પિતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં છે, જે પિતાના સૌંદર્યથી જાણે ખેંચાઈ આવ્યા ન હોય તેવા સઘળા સદ્દગુણે વડે સંપન્ન છે. જેની લમીને પ્રભાવ પિતાના અસંખ્ય મિત્રને આરામ થઈ રહ્યો છે, જેણે પોતાના કદરતી બળ તથા ચાતર્ય વડે ધનુવિધામાં કુશળ એવા સઘળાને આશ્ચર્ય પમાડ્યા છે. જે પ્રથમ રાજાઓના સારાં ધાર્મિક દાને ચાલુ રાખે છે, ને પિતાની પ્રજાને પીડા કરતી દરેક ઉપાધિ હર કરે છે, જેનામાં શ્રી અને સરરવતી બનો વાસ છે, જે શત્રુઓની લહમીને હોશિયારીથી ઉપભેગ કરે છે, જેને રાજ્યપદ સીધી રીતે પ્રાપ્ત થયું છે, અને જે કાંકરને મહાન ભક્ત છે. અને જે મહારાજ શ્રીગુહસેનને પુત્ર હતું, જેણે (ગુહસેને પિતાના પિતાના પાદસેવનથી આધ્યાત્મિક ફુલની પ્રાપ્તિ કરી હતી, જેણે પિતાની બાહયાવસ્થાથી જ ફક્ત એક તલવારની જ મદદથી શત્રુઓના મદાંધ ગજેન્દ્રોનાં મસ્તકો ભેદી અપૂર્વ શૈર્યની નિશાનીઓ બતાવી હતી, જેના ડાબા પાદનખન કિરણે પોતાની સત્તાને નમવા ફરજ પાડેલા શત્રુઓના મુગટનાં જવાહિરાના તેજ સાથે મળેલાં હતાં, જે સ્મૃતિએના બધા આદેશ પ્રમાણે વર્તન કરી, પોતાની પ્રજાનાં હૃદયને રજન કરવા રાજી નામ ધારણ કરવાને સંપૂર્ણ રીતે લાયક હતા, જે સૌદર્યમાં કામદેવથી, શોભામાં ચન્દ્રથી, શ્ચર્યમાં હિમાલયથી, ગભીરતામાં સમુદ્રથી, જ્ઞાનમાં બૃહસ્પતિથી અને લક્ષમીમાં કુબેરથી પણ અધિક હતા, જે શરણાગતને રક્ષણ આપતે, અને એટલા માટે જે પિતાનું સર્વસ્વ એક તૃણવત સમજ આપી દે, જે વિદ્વાનોને તેએાની મહેનત બદલ માગવા કરતાં પણ વધારે આપી તેમનાં હૃદયને ખુશ કરતો, જે જાણે સમરત જગનો સાક્ષાત્ આનંદ જ હોય તે હતા, જે શંકર મહાન ભક્ત હતા, અને જે શ્રી મહારાજ ધરપટ્ટને પુત્ર હતું, જેણે (ધરપટ્ટ) તેને પ્રણામ કરી પિતાના સર્વ પાપે ધંઈ નાખ્યાં હતાં, જેણે પિતાના સુચરિતથી કલિ સાથે આવેલી બધી દુષ્ટતા ધોઈ નાંખી હતી, જેની કીર્તિ શત્રુઓને પરાજય કરવાથી સર્વત્ર પ્રસરી હતી, જે સૂર્યને મહાન્ ભક્ત હતા, અને જે મહારાજ શ્રી ધ્રુવસેનને ન્હાને ભાઈ હતા જેણે (ધ્રુવસેન) પિતાના બાહુબળ વડે શત્રુઓના અસંખ્ય હાથીઓનાં ટેળાઓ પર વિજય મેળવ્યો હતો, જે શરણાગતનું રક્ષણ કરતા હતા, જે ધર્મમાં નિપુણ હતા, જે મિત્ર અને સંબંધીઓની ઇચ્છાઓ પાર પાડવાને લીધે ક૯પતરૂ સમાન હતું, જે ભગવાનને મહાન ભકત હતું, અને જે સિંહસમાન મહારાજ શ્રી દ્રાણસિંહને ને ભાઈ હતા જેના દ્વિહિના) મુગટનું મણિ પોતાના બંધુને નમન કરવાથી પવિત્ર થયું હતું, જે મનુ વગેરેના આદેશનું પાલન એજ ધર્મ માનતો હતા, જે સાક્ષાત ધર્મ જ હતું, જેણે નમ્રતા અને ફરજના નિર્મો કર્યા હતા, જેને રાજ્યાભિષેક પરમસ્વામિએ પોતે કર્યું હતું, જેની રાજ્યલકમી ધાર્મિક દાનેને લીધે પવિત્ર થઈ હતી, જે શંકરને પરમ ભક્ત હતા, અને જે શ્રી સેનાપતિ ધરસેનને હાને ભાઈ હતું, જેનું (ધરસેનનું) મરતક પિતાના પિતાને નમઃ વાથી તેની ચરણરજથી લાલ થયું હતું, જેના પગના નખનું તેજ શત્રુઓનાં નમેલાં મસ્તકેના મુગટેનાં રત્નના તેજમાં ભળવાથી વૃદ્ધિગત થતું હતું, જેના તેજને લીધે ગરીબ, નિરાધાર અને દુઃખી લેકે પિતાનું જીવન ટકાવી શક્તા હતા, જે શંકરને મહાન ભક્ત હતા, અને જે શ્રી સેના પતિ ભટ્ટારકને પુત્ર હતું, જેણે (ભટ્ટારકે) પિતાના અસંખ્ય મિત્રના મેટાં લશ્કરી વડે શત્રુઓને નમાવી કીર્તિ મેળવી હતી, જે પોતાના બળ વડે મેળવેલાં કોમળતા, માન અને દયાળુ ૫ણુનાં સુખ ભાગવત હતું, જેણે વંશપરંપરાના સેવકોનાં બળ વડે રાજ્યશ્રી પ્રાપ્ત કરી હતી, અને જે શંકરને પરમ ભક્ત હતા, તે ધરસેન કુશળ હેઈને પોતાની સર્વ પ્રજા, સેવકે, દ્રાકે (?) મહત્તર, ચાટભટ, ધ્રુવાધિકરણિકે, દઠપાશિક, મંત્રએ, રાજકુમારે, અને આ રાજ્યમાં રહેતા લોકે
"Aho Shrut Gyanam"