________________
નં. ૩૮
ધરસેન ૨ જાનાં ઝરનાં તામ્રપત્રો
ગુ.સં. ૨૫૨ (ઈ. સ. પ૭૧-૭૨) ચિત્ર છે. ૫ કાઠિયાવાડના અમરેલી પરગણામાંના ઝર ગામમાંથી મળેલાં ધરસેન ૨ જાનાં ગુ, સં. ૨૫ ( ઈ. સ. પ૭૧-૭૨ )નાં તામ્રપત્રોની પ્રતિકૃતિ, અક્ષરાન્તર અને ભાષાન્તર કર્નલ. જે. ૩૦૯યુ વિસન પિલીટીકલ એજન્ટ કાઠિયાવાડ મારફત ભાવનગરના મી. વજેશંકર ગૈારીશંકર ઓઝા તરફથી મને મળ્યાં હતાં. તે પતરાં મી. વજેશંકરને મળ્યાં હતાં અને તે તેમની પાસે છે. આખાં તામ્રપત્રો પ્રસિદ્ધ કરવા કોઈ જરૂર નથી પણ તેનું ટુંક વર્ણન આ નીચે આપું છઉં.
આ દાનપત્રનાં બે પતરાં છે અને તેનું માપ ૧૧”x૪” છે. તેઓ સુરક્ષિત છે. પહેલા પતરામાં ૧૬ પક્તિ અને બીજામાં ૧૮ પંક્તિઓ છે. લીપિ તે વખતના વલભી પતરાંની જ છે અને ભાષા સંસકૃત છે.
આ ઇંડીયન એન્ટીકવેરીમાં પ્રસિદ્ધ થએલ આ જ રાજાનાં સં. ૨૫૨ નાં ત્રણ તામ્રપત્ર (વ. ૭ પા. ૨૮, ૨, ૮ પા. ૩૦૧, વો. ૧૩ પા. ૧૬૦ ) ની માફક જ વંશાવલી વિભાગ છે, તેપણ નીચેના છેડા ભાગે સાચે પાઠ ચાર્કસ કરવા જરૂરના હાઈ નીચે આપું છઉં, પિક્તિ ૩ સેનાપતિ ભટાર્ક.
૪ તેને દીકરો સેનાપતિ ધરસેન હતે. , ૭ તેને નાનો ભાઈ મહારાજ સિંહ હતા. - ૯ તેને નાનો ભાઈ મહારાજ ધ્રુવસેન હતા. , ૧૭ તેને ના ભાઈ મહારાજા ધરપટ્ટ હતે.
૧૫ તેને દીકરે મહારાજા ગુહસેન હતે. , ૧૯ તેને દીકરે સામન્ત મહારાજા શ્રી ધરેરોન હતો.
આ ધરસેન કુશળ હોઈને વલભીમાંથી પિતાના આયુક્તક વિગેરે અમલદારોને હેકમ કરે છે કે બલિ, ચરૂ, વિશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિ એમ પંચમહાયાના પિષણ માટે બ્રહાદેવ તરીકે દાન આપેલ છે. તે દાન બ્રહ્મપુરના રહેવાશી ભાવ ગત્રના અને મિત્રાયણુક માનવક શાખાના બ્રાહ્મણ છગ્રહરને આપવામાં આવ્યું છે. દાનમાં નીચે મુજબ આપેલ છે.
( ૧ ) બિવખત સ્થલીમાં દીપનક પેઠમાં વટગ્રામ ( . રર)
( ૨ ) બિકવખતની ઉત્તર સીમમાં સોપારાવર્ત જમીન. તે ભટાકભેદની ઉત્તરે, રાફડાની પૂર્વે અને અગ્રિલિકની પશ્ચિમે હતી.
( ૩ ) તે જ વિભાગમાં આસપાસની ૨૫ પાદાવતું જમીનસહિત વાવ.
(૪) ઝરી સ્થલીમાં વેલાપદ્રકની પૂર્વ સીમામાં રાજમાર્ગથી દક્ષિણે, ઝઝઝકના ક્ષેત્રની પૂર્વમાં, દધિકપકની સીમાઓના સંગમથી પશ્ચિમે અને ભ્રામરકલ્પ ગ્રામના રહેવાસી ખડકના ક્ષેત્રથી ઉત્તરે ૧૬૦ પાદાવર્ત જમીન.
(૫) તે જ ગામની દક્ષિણ સીમમાં ૨૫ પારાવર્ત જમીન.
પિક્તિ ૨૮ થી ૩૨ માં દાનને અવરોધ વિગેરે ન કરવા માટેની આઝાએ તથા શાપસુચક બે લેકો છે.
પંક્તિ ૩૩–દૂતક ચિરિ હતો અને લેખક સંધિવિગ્નાધિકૃત સ્કન્દ ભટ હતા. પછી સલ નીચે મુજબ આપેલ છે રપર ચિત્ર વ. ૫. મહારાજા ધરસેનના હસ્તાક્ષર છે.
૧ ઈ. એ. . ૧૫ પા. ૧૮૭ ડે, ફીટ. ભા. પ્રા. , ઈ, પા. ૩૦
"Aho Shrut Gyanam"