________________
૯૨. જિજ્ઞેશ પોતાની એક પણ આરાધના ડહોળાય નહિ તે રીતે તપ કરે છે.
૯૩.ભદ્રાબેન પોતાને ગુસ્સો ન આવે તેટલો જ તપ કરવાની કાળજી લે છે.
૯૪, મયૂરે ૮ ઉપવાસ કર્યા પણ પર્યાપણના એક પણ વ્યાખ્યાન શ્રવણ કે પ્રતિક્રમણ ન કર્યા.
૯૫. શૈલેષ સૂર્યોદય પહેલાં જ નવકારશીનું પરચક્ખાણ લેવાની કાળજી ફરે છે.
૯૬. મનિષ પચ્ચક્ખાણ પારતાં પહેલાં ઘડિયાળ આગળ-પાછળ તો નથી ને ? તેની તપાસ કરે છે.
૯૭. સુધાબેન રોજ ઊભા ઊભા ૧૦૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરે છે.
૯૮. પાટલો ડગમગતો તો નથી ને ? તેની કાળજી મેઘ અચૂક લે છે. ૯૯. સવારે સ્નાન કરતી વખતે મુખમાં પાણી ન જાય તેની કાળજી પ્રતિક રાખે છે.
૧૦૦. એકાસણું કરીને ઊભા થતાં પહેલાં સેજલબહેન તિવિહારનું પચ્ચક્ખાણ લે છે.
જૈન શાસનના કર્મ વિજ્ઞાનને સચોટ રીતે સમજવા તથા તેના દ્વારા જીવનને શાંતિ-સમાધિ અને પ્રસન્નતા ભરપૂર બનાવવા પૂ. પં. શ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત
કર્મનું કમ્પ્યુટર
ભાગ - ૧, ૨, ૩
આજે જ વસાવો અને અનેકોને ભેટ આપો