________________
૮૪. રાકેશે પૂજા કરતી વખતે પોતાના શરીરને એક હાથે ખંજવાળવાનું
ચાલું રાખ્યું. ૮૫. મહેશે આઠ પગ વાળેલો રૂમાલ મુખે બાંધીને પૂજા કરી. ૮૬. મયણાબહેન ભગવાન દેખાતાં જ બે હાથ ઊંચા કરી, કપાળે લગાડીને
નમો જિણાણ બોલ્યાં. ૮૭. ચિંતને સર્વાસ કરવા જતી વખતે પોતાના કપાળે કરેલું તિલક ભૂંસી
દીધું. ૮૮, જયણાબહેને માળી પાસે ફૂલ ખરીદતાં પહેલાં તે ફૂલો એમ.સી.
વાળી સ્ત્રી દ્વારા તો લેવાયેલા નથી ને ? તેની ખાતરી કરી. ૮૯. ચિત્રાએ ભગવાનના નાક પાસે ધૂપ લઇ જઇને ધૂપપૂજા કરી. ૯૦. કિંચિતે દર્પણ પૂજા કરતી વખતે દર્પણમાં પોતાનું મુખ જોવાના બદલે
ભગવાનનું મુખ જોયું. ૯૧. હર્ષે સિદ્ધચકજીની પૂજા કર્યા પછી ભગવાનની તેજ કેશરથી પૂજા
કરી. ૯૨. શ્વેતાએ આઠમના ચંદ્ર જેવી સિદ્ધશિલા કરી, તેની ઉપર ગોળ ટપકું
કરવાના બદલે ચોખાની સીધી લીટી કરી. ૯૩. કમલે ભગવાનની પૂજા કરીને બહાર નીકળતાં કપાળે બદામ આકારનું
તિલક કર્યું. ૯૪. સ્વીટુએ દેરાસરમાં ધૂપધાણામાં સળગતી ધૂપ હોવા છતાં, દેરાસરની
બીજી ધૂપ પ્રગટાવી.
ભગવાનના દર્શન થતાં જ સેજલ બે હાથ જોડીને નિસીહિ બોલી. ૯૬. ભાવિએ ભગવાનની ઉપર જોરજોરથી વાળા કુંચી ઘસી. ૭. નીરવે ખેશનો આઠ પડવાળો મુખકોશ પોતાનું મોટું તથા નાક બંને
ટંકાય તે રીતે બાંધ્યો. ૯૮. સેજલે માથું ઓઢ્યા વિના ભગવાનની પૂજા કરી. ૯૯. મયંક લુંગી પહેરીને ભગવાનના દર્શન કરવા ગયો. ૧૦૦. પ્રભુ દર્શન ન થતાં બાપભે ચોવિહાર ઉપવાસ કર્યો.