________________
૯૩. “ઉપાશ્રયમાં પહોંચતા સુધીમાં ૪૮ મિનિટ થઇ જશે.” એમ
કહીને મયણાબહેને સાધ્વીજી મહારાજને કેરીનો રસ વહોરાવ્યો. ૯૪. ઘરે માવો બનાવીને તેમાં ખાંડ ભેળવીને બનાવેલા પેંડા આશાબહેને
બીજા દિવસે પુત્ર રાહુલને પીરસ્યા. ૫. આજે દૂધ ઉપરથી કાટેલી મલાઇ જયણાબહેને બીજા દિવસે
પતિને ખાવા આપી. ૯૬. દશેરાના દિવસે સવારે ૮ વાગે શાહપરિવારે જલેબી – ફાફડા
વાપર્યા. ૯૭. અતુલભાઈએ સ્વામીવાત્સલ્યમાં તળેલાં મૂઠીયાના ભૂકાને શેકીને
પછી લાડુ બનાવવાનું સૂચન કર્યું. ૯૮. સુધાબહેને ગઇકાલે સેકેલો પાપડ આજે ખાધો. ૯. હર્ષદભાઈએ જમણમાં જલેબીના બદલે અમૃતી બનાવવાનું સૂચન
૧૦૦. બુફેના બદલે બધાને બેસીને જમાડવાની જવાબદારી જેના
સેવાદળે સ્વીકારી.
સાત ગામ બાળવાથી જે પાપ થાય, તે પાપ એક ઘડો પાણી ન ગાળવાથી લાગે.
ખારા પાણીમાં ઉત્પન્ન થયેલા પોરા (જીવો) મીઠા પાણીમાં મિશ્ર થાય તો મરી જાય. માટે જુદા જુદા પાણી મિક્સ ન કરવા.
એક મહિના સુધી રાત્રે ન ખાવાથી ૧૫ ઉપવાસનું ફળ મળે. ત્યાગ કરવા યોગ્ય ૨૨ અભક્ષ્યો
(૧) મધ (૨) માંસ (૩) માખણ (૪) દારૂ એ ચાર મહાવિગઈ, (૫) વડના ટેટા (૬) પીપળાના ટેટા (૭) પ્લેક્ષ પીપરના ટેટા (૮) કાળા ઉમરાના ટેટા (૯) ઉમરાના ટેટા (૧૦) બરફ (૧૧) કરા. (૧૨) માટી (૧૩) ઝેર (૧૪) રાત્રી ભોજન (૧૫) ૩૨ અનંતકાયા (૧૬) બોળ અથાણું (૧૭) વિદળ (૧૮) ચલિતરસ (૧૯) બહુબીજ (૨૦) રીંગણ (૨૧) તુચ્છ ફળ (૨૨) અજાણ્યા ફળ
(૧૧,