________________
૮૦. જે ઝાડના .................... રૂપ કઠોળ હોય તે કાચા ગોરસ
સાથે ખાવા છતાં વિદળ ન થાય. (મૂળ, પાંદડા, ફળ) ૮૧. તવી ઉપર શેકીને અયિત્ત કરેલાં મીઠા (બલવણ)નો કાળ
ચોમાસામાં ............... દિવસ છે. (૭, ૧૫, ૩૦) ૮૨. ...... ............ સિંધવ અચિત છે. (લાલ, સફેદ, પીળું)
નીચેના વાક્યો સામે ઉચિત કે અનુચિત, જે યોગ્ય હોય તે લખો. ૮૩. રમણભાઇએ શિખંડ, પૂરી, સાંગરીનું શાક અને કેળાની વેફરનું
જમણ ગોઠવ્યું. ૮૪, અંજનાબહેને કઢી બનાવવા છાશ તથા ચણાના આટાનો ઉપયોગ
કર્યો. ૮૫. દહીંવડા બનાવવા મગનભાઇએ દહીંને સામાન્ય ગરમ કર્યું. ૮૬. ચંપાબહેને મેથીના થેપલા, દહીં વડે સાંજનું વાળું પતાવ્યું. ૮૭. કોલેરાથી પીડિત મનોજે સવારે ખાખરો – દહીં તથા મેથીનો
મસાલો ખાધો. ૮૮. વિદળ ન થાય તે માટે સિદ્ધાર્થભાઇએ દહીંને બાજરીનો આટો
નાંખીને આંગળી દાઝે તેવું અતિશય ગરમ કર્યું. ૮૯. રંજનબહેને શિખંડની સાથે મગની દાળ, ચોળીનું શાક અને
ખમણ કરવાના બદલે ટીંડોળાનું શાક, કેળાની વેફર તથા
ચોખાના ઢોકળાં બનાવ્યા ૯૦. છાશ ગરમ કરવી ન ફાવવાથી અંજનાબહેને કઢી બનાવવા
ચણાના બદલે ચોખાના આટાનો ઉપયોગ કર્યો. ૯૧. વરસીતપના પારણા પ્રસંગના ભોજન સમારંભમાં હસમુખભાઇએ
ફરસાણ તરીકે પત્તરવેલીયા બનાવ્યા. ૯૨. બેસતા વર્ષે સાલમુબારક કરવા આવનારાને ભારતીબહેને
કાજુકતરી આપી.
૧૧)