________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવશત્રિ (નૈવેદ્ય નવમી...) આ
નવરાત્રિની નોમને “નૈવેદ્ય નવમી' કહેવામાં આવે છે! નૈવેદ્ય! પરમાત્માના ચરણે જે ધરાય તે! માના ચરણે જે અર્પણ કરાય છે! જ્યાં પ્રીતનાં પોયણાં પાંગર્યા હોય ત્યાં અર્પણ આકરું ન લાગે! જ્યાં સ્નેહના સોદા કર્યા હોય ત્યાં પછી સમર્પણ સાંકડું ને રાંકડું ન લાગે! માના ચરણે તો આખું જીવન જ નૈવેદ્ય રૂપે સમર્પી દેવાનું છે. જીવનથી વધીને માને કે પરમાત્માને બીજું આપણે શું આપી શકીએ?
માને તો જેટલું દઈએ એટલું ઓછું! પરમાત્માના ચરણે આપણું આખું આયખું ધરી દેવાનો સંકલ્પ આજના દિવસે જ કરી લેવાનો હોય છે. એકવાર અર્યા પછી આ જીવન માની મૂડી બની જશે. આપણે પછી માત્ર એના Trustee! માલિક નહીં! આપણે એ મૂડીને સાચવવાની છે! મા ક્યારે માંગી લે, શી ખબર? જ્યારે મા માંગે ત્યારે મલકાતા મોઢે ને છલકાતા હૈયે એને જીવન સોંપી શકીએ, એ રીતે જીવનને જાળવજો!
વિચાર પંખી
For Private And Personal Use Only