________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િનવરાત્રિ...(હવન અષ્ટમી) થી
આજે છે હવન અષ્ટમી!
નવરાત્રિમાં શક્તિરૂપી દેવી તત્ત્વોની ઉપાસના કરનારાઓને મન આજનો દિવસ ઉમદા છે, પવિત્ર છે!
જી હાં! તમે પણ હવન કરી શકો છો! અરે કરવો જોઈએ! પણ સબૂર...હવન કરશો શેનો? હું કહું તમને?
તમારી ભીતરમાં ઢબુરાયેલી વાસનાઓને હોમી દો! " કામનાઓથી કાળાધબ બનેલા કાળજાને હોમી દો! હવન...એવો કરો કે જીવન નંદનવન બનીને પમરી ઊઠે!
જરી જુઓ તો ખરા ઝાંકીને ભીતરમાં...! કેટલી બધી ગંદકી ભરી છે ભીતરમાં? કેવા ઢગ ખડકાયા છે કચરાના?
બધી જાતની ગંદકી દૂર થઈ જાય અને આત્મા સ્વચ્છ બને. સ્વસ્થ બને.. એવો હોમ કરીને વિચારોના વ્યોમને સુગંધથી સભર બનાવો.
તક મળી છે તો સાધનાના તીર વડે તકદીરને વીંધી લો તહેવારો શું આનંદ-પ્રમોદ માટે છે? તહેવારોના ધ્યેયને ભૂલી ના જશો..
આજે જ્યારે હોમ-હવન કરો ત્યારે જુગજૂની વાસનાઓની વળગણોને પણ હોમી દેજો.. જરી-પુરાણી ઝંખનાઓના કાટમાળને જલાવી દેજો!
વિચાર પંખી
For Private And Personal Use Only