________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ આરાધના (નવમો દિવસ)
તપશ્ચર્યા!
સર્વજ્ઞ પરમાત્માના ધર્મશાસનની આ જગતને જે અપૂર્વ દેણ છે એમાં તપ બહુ મહત્ત્વ ધરાવે છે!
ખાણમાંથી નીકળેલા સોનાને શુદ્ધ કરવા અગ્નિમાં તપાવવું પડે છે...એમ અનાદિકાળના કુસંસ્કારોથી દબાયેલા આત્માને અણિશુદ્ધ કરવા માટે તપશ્ચર્યા જરૂરી છે!
અલબત્ત, તપના અનેક પ્રકારો છે. ન ખાવું એ જેમ તપ છે, તેમ ઓછું ખાવું એ પણ તપ છે! સહુથી મોટું તપ છે.
‘કમ ખાવ, ગમ ખાવ ઔર જિંદગી બનાવ.'
કમ ખાવાનું તમે અને હું સમજી શકીએ છીએ પણ ગમ ખાવાની વાત તો સમ ખાવા પૂરતીયે આપણે જાણતા નથી! જાત પર કાબૂ રાખવોદિમાગ પર નિયંત્રણ રાખવું...બહુ જરૂરી છે! સ્વને અનુશાસિત કરવું એ મહાન તપશ્ચર્યા છે. તપ તો કર્મોને તપાવવા માટે કરવાનો છે, જ્યારે આપણે તો પોતે જ તપી જઈએ છીએ! તપ કરીને તવાની જેમ આપણે તપી જઈએ છીએ...શું બહુ સારા લાગીએ છીએ એ વખતે આપણે? જરી વિચારો તો ખરા!
ઠંડી રોટલી કે ઠંડાં ઢોકળાં આપણા દિમાગને ગરમ કરી મૂકે છે! કેવી દયનીય સ્થિતિ આપણી છે!
ફ
તનની તપશ્ચર્યાની સાથે મનની તપશ્ચર્યા કરવાનું આપણે શીખી લઈએ! મનની તપશ્ચર્યા માટે તપની સાથે જપ જરૂરી છે...
તપ અને જય! બીજી બધી લપ...!
નવપદની સાધનાના નવ નવ દિવસોની તપશ્ચર્યા..સાધના.. આરાધના.. ઉપાસના બધાનો સરવાળો કરવા માટે એ જોજો કે
હૈયું કેટલું કોમળ બન્યું? ગુસ્સો કેટલો મોળો પડયો? ‘અહં’ ને ‘મમ’ કેટલાં ઓગળ્યાં? તમારા તપસ્વી આત્માને વંદન! તમને તપસ્વીને અભિનંદન!
For Private And Personal Use Only
વિચાર પંખી