________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવપદ આરાધના (આઠમો દિવસ) સિમ
KCSIC
સંયમ...
ભડકી ના જશો...શબ્દ સાંભળીને કે અક્ષરો વાંચીને! સંયમ જરૂરી છે ભઈલા! આપણું જીવન બદસૂરત અને બેહૂદુ બની ગયું છે કારણ કે સંયમનો આછો અણસાર પણ ક્યાં છે આપણા વર્તન-વ્યવહારમાં?
સંયમનો અર્થ માત્ર સંસારત્યાગ કરશો તો કદાચ સંયમ “દૂરની મંઝિલ – પુણ્યનો ઉદય' અને બીજી ઘણી વિશેષતાઓમાં અટવાઈ જશે...
જીવનમાં ડગલે ને પગલે સંયમની જરૂર છે! ખાવામાં સંયમ, પીવામાં સંયમ, બોલવામાં સંયમ, ચાલવામાં સંયમ...
વિચારોનો સંયમ પણ એટલો જ આવશ્યક છે જેટલો વર્તનનો સંયમ જરૂરી છે...આપણે તો બેફામ બોલીએ છીએ...મન ફાવે એમ બકીએ છીએ... (સોરી..કહીએ છીએ!) અને વ્યવહાર તો આપણો વિચારવિહોણો છે જ! પછી સંયમની શું વાતો કરીએ? કેવી રીતે સંયમની આરાધના કરીશું?
જીવનમાં જડેલી સંયમની શ્વેત ચાદરને પળે પળે આપણે ખરડીએ છીએ.. કાંઈ કેટલાય વાસનાના ડાઘ આપણે એ ચાદર પર લગાડીએ છીએપછી! પરમાત્મા પ્રસન્ન થાય કઈ રીતે? સિદ્ધચક્રની કૃપા આપણા પર વરસે કેવી રીતે?
સંયમની સાધના શ્વેત વસ્ત્રગ્ધત માળા જેત આસન સાથે જેમ કરવાની છે તેમ હૈયાને પણ શુભ શ્વેત સ્વચ્છ રાખવું જરૂર છે...હૃદયમંદિર જો અસ્વચ્છ હશે...ગંદું હશે તો સંયમની પ્રતિષ્ઠા કેમ કરીને કરશો?
આજથી સંકલ્પ કરો : જીવનની દરેક વૃત્તિ અને પ્રવૃત્તિ પર સંયમનો શણગાર કરવા માટે!
બોલવાની ના નથી...પણ સંયમથી! ખાવાની ના નથી...પણ સંયમથી
જીવવાની ના નથી...પણ સંયમથી! સંસ્કારોની મૂડી જળવાય છે
સંયમની સુરક્ષામાં, સ્વસ્થ અને સહજ જીવવાની
કેડી જડે છે સંયમના નકશામાં!
વિચાર પંખી
For Private And Personal Use Only