________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ આરાઘના (સાતમો દિવસ) સી
આજનો દિવસ છે સમ્યગુજ્ઞાનની આરાધના કરવા માટે! જ્ઞાન! જ્ઞાન વગર તો ચાલે જ કેમ? જ્ઞાન એ તો જીવન માટે શ્વાસ જેટલું જરૂરી છે! જોયા પછી જાણવું જરૂરી બને છે. માત્ર જોયા કરવાથી શું? જોવું અને જાણવું જાણવું અને જોવું..આમ આ બન્ને એકબીજા સાથે સંયુક્ત છે, જોડાયેલાં છે.
શ્રદ્ધા પણ જ્ઞાનોપેત હોવી જરૂરી છે. ખાલીમાલી શ્રદ્ધા ક્યારેક નબળી પડીને નંદવાઈ જાય છે...જ્યારે સમજણભરી શ્રદ્ધા વધુ ને વધુ પ્રગાઢ થતી હોય છે! પરમાત્માને જાણો! આત્માને ઓળખો! જાતને જાણો! જગતને ઓળખો! અમૃત બનીને જ્ઞાન જ્યારે અંતરની અવનિ પર વરસે છે અનરાધાર..ત્યાર પછી કષાયોના તાપ શમી જાય છે...વાસનાઓના મેલ ધોવાઈ જાય છે! કામનાઓની બળતરા શાંત પડી જાય છે!
જ્ઞાન મેળવવા માટે સદા પ્રયત્નશીલ રહો... ઉંમર, સ્થાન કે સંજોગોનાં બહાનાં કાઢીને કે કર્મની કાંધે પુરુષાર્થને ટિંગાડીને આલતુફાલતુ ના બની જાવ! પળેપળને જ્ઞાનથી સીંચી લો...
શુદ્ધ સ્ફટિક જેવા પારદર્શી જ્ઞાનને મેળવવા શ્વેત વસ્ત્રો/શ્વત માળા શ્વેત આસન અને કલ્પનાઓના કાલીન પર શ્વેત રંગોનો સાગર લહેરાતો હોય એવા બનીને “ £ નમો નાણસ” નો કે માતા સરસ્વતીનો જાપ કરો.
સ્મરણશક્તિને સતેજ કરવા... ભણેલું યાદ રાખવા અને સંતપ્ત જીવનને સાંત્વના આપવા માટે આજના જાપ..તપ... અને સ્વાધ્યાય ખૂબ જ ઉપયોગી નીવડે છે! દરરોજ સ્વાધ્યાય કરવા પ્રતિજ્ઞા કે સંકલ્પ કરો... જેમ તનને તંદુરસ્ત રાખવા ખોરાક જરૂરી છે તેમ મનને મસ્ત રાખવા સ્વાધ્યાય જરૂરી છે!
સ્વાધ્યાય!
સ્વનું જેમાં અધ્યયન થાય એ સ્વાધ્યાય કહેવાય! સ્વાધ્યાયથી સમૂળગા અળગા રહ્યા તો સ્વને સમજવાની સમર્પવાની ક્ષમતા નહીં સાંપડે!
८४
વિચાર પંખી
For Private And Personal Use Only