________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતી આરતી ઉતારે પણ આ રીતે ફી
તમે ક્યારેય પરમાત્માની આરતી ઉતારી છે ખરી?
મંદિરમાં - દેરાસરમાં દરરોજ સાંજ પડે આરતીના ઘંટ સંભળાય છે... દીવા ઝળુંઝળું થાય છે. નગારે ઘા દેવાય છે, ક્યાંક શંખ પુરાય છે. અને મીઠા સૂરો શબ્દોમાં આરતી ઉતારાય છે. જાણો છો શા માટે આરતી ઉતારવાની છે? આપણા અંતઃકરણની આર્તતા. વ્યથા, પીડાને દૂર કરવા માટે આરતી ઉતારવાની છે. અરતિ-દુઃખ જેનાથી દૂર થાય તેનું નામ આરતી! પણ જો જો આરતી ઉતારતી વેળા હૈયું એકદમ આર્દ જોઈએ, દિલ ખૂબ જ કોમળ જોઈએ, પરમાત્માના મિલન માટે હૈયું હલબલી ઊઠે, દિલમાં ભાવનાઓના જુવાળ ખળભળી ઊઠે, ત્યારે જે આરતી ઊતરશે, એ આરતી ખરેખર અરતિને દૂર કરનારી હશે! પછી ભલે ને આરતી માની ઉતારો કે પરમાત્માની!
આરતી એની જ ઉતારાય જેને પામવા માટે પ્રાણ તરફડતા હોય, જેને મળવા મન તલસતું હોય, જેને જોવા નજરું વહેતી હોય...હૈયામાં ભાવનાઓનો ધોધ, આંખોમાં હેતની હેલી ને હાથમાં આરતી..
સમજો, તમારી અરતિ દૂર થઈ જ જવાની!
વિચાર પંખી
For Private And Personal Use Only