________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નોરતાંના ઓરતા...
ફરી એકવાર ધરતી અને આકાશ હેલે ચઢયાં છે. ચાંદ અને તારાઓના દાંડિયા લઈને નીકળી પડેલી રાત રમે છે!
નવરાત્રિ! કેટલો અર્થગંભીર શબ્દ છે! આપણે એને સાવ છીછરો અને છેતરામણો કરી મૂક્યો છે! સમ્યક્ દૃષ્ટિ ખોવાઈ ગઈ છે!
તમામ પર્વોની રચના પાછળ કાંઈક ધ્યેય છે! આદર્શોની ઊંડી સૂઝ છે. વ્યવહારની વ્યાપક સમજ છે! નોરતાના નવેનવ દિવસ શક્તિની આરાધના ઉપાસનાના મહામૂલા દિવસો છે! આ દિવસોમાં વાતાવરણ બદલાઈ જાય છે. મંત્ર-તંત્ર અને યંત્રની સાધના માટે આ દિવસો મહત્ત્વના મનાયા છે.
શક્તિની આરાધના કરીને ભીતરમાં ઢબુરાઈ ગયેલી અઢળક આત્મશક્તિને જાગ્રત કરવાની છે! 'મા' ના ચરણે જ્યારે જીવન સમર્પિત બને ત્યારે જ શક્તિના ધોધનો ‘પીનપૉઈન્ટ’ ખૂલે!
८०
નૃત્ય કરવાનું છે પણ ‘મા’ ને રીઝવવા! પરમાત્માને ‘પ્લીઝ’ કરવા! નહીં કે લોકોનો ‘વન્સમૉર’ મેળવવા! નાચવાનું છે...માના ચરણોમાં! જગતના ચોકમાં નહીં! ‘મા એ તો શક્તિની સ્વરૂપા છે. આત્મશક્તિની આરાધના કરવા માટે નવરાત્રિના દિવસો છે! ખાઈ-પીને જલસા કરવા માટે નહીં! એ માટે તો આખી જિંદગી પડી છે! વરસમાં બહુ થોડા દિવસો આવે છે કે જ્યારે સમગ્ર અસ્તિત્વ આંદોલિત બની જાય... એવું વાતાવરણ સર્જાય છે...કુદરતના ખોળામાં!
પરમાત્માની પ્રસન્નતા મેળવવા માટે જીવન છે. દુનિયાની નજરોમાં વસવા માટે ન નાર્ચોરી
એક વાત સમજી લેજો...શોર...અવાજ... ઘોંઘાટ, આ બધામાં તમારી પ્રાર્થના ખોવાઈ જશે તો પરમાત્મા સુધી કે ‘મા’ સુધી નહીં પહોંચી શકે! પરમાત્માને પામવાનો માર્ગ છે મૌનનો! માને મેળવવાનો રસ્તો છે ખામોશીનો! શબ્દો કરતાં મૌનની તાકાત વધારે છે!
શબ્દો શબ જેવા બની જશે જો મૌનના સૂરમાં નહીં ઢળ્યા હોય!
For Private And Personal Use Only
વિચાર પંખી