________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવપદ આરાધના (ચતુર્થ દિવસ)
જેમના ચરણોમાં બેસીને સમ્યજ્ઞાનની ગંગોત્રીમાં ઝીલવા મળે છે એવા ઉપાધ્યાય ભગવંતોની આરાધના કરવાનો આજે અનેરો દિવસ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ જિનશાસનમાં ઉપાધ્યાયનું છે. કારણ કે જ્ઞાનનું દાન કરે છે ઉપાધ્યાય ભગવંત! મશાલના અજવાળે માઈલોની સફર થઈ શકે છે પણ મશાલ પેટાવનાર મશાલચીને વીસરી જઈએ તો આપણે નગુણા ગણાઈશું!
‘જ્ઞાનીના બહુમાનથી જ્ઞાનતણા બહુમાન!'
રખે આશાતના કરતા, એવા જ્ઞાની ઉપાધ્યાય ભગવંતોની આરાધના કરજો!
મંત્ર-તંત્રના દૃષ્ટિકોણથી લીલા રંગની માળા...લીલું આસન...લીલાં વસ્ત્રો... અને લીલા રંગમાં ઉપાધ્યાય પદનો મંત્રગર્ભિત જાપ તનના સ્વાસ્થ્ય માટે બહુ સૂચક મનાયો છે. લીલો રંગ ‘ઍનર્જી’ને ગ્રહણ કરે છે... માટે તો વૃક્ષનાં પાંદડાંઓમાં રહેલું ‘કલોરોફિલ’ આપણને ‘ઑઝોન’ આપવામાં સહાયક બને છે. પ્રાચીન સરસ્વતીકલ્પ પ્રમાણે સરસ્વતીની સાધના પણ લીલા રંગમાં કરવાની રહે છે.
વિચાર પંખી
‘ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં' નો જાપ જ્ઞાનની ગંગોત્રીનું ‘પીનપૉઈન્ટ’ ખોલી આપે છે તેમ તનની તબિયતનું તૂટેલું તારામૈત્રક રચી આપે છે.
ઊજળા હૈયે ને ઉરના ઉમંગે ઉપાધ્યાય ભગવંતને પ્રણામ કરજો.
સ્વાધ્યાયની શીખ આપે ઉપાધ્યાય! દ્રવ્ય-પર્યાયના ભેદ બતાવે ઉપાધ્યાય!
જીવનના અધ્યાયને
ઊંડાણથી સમજાવનારા
ઉપાધ્યાય ભગવંતને વંદના.
For Private And Personal Use Only
૧