________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ આરાઘના (તૃતીય દિવસ) સિસ
| જિનશાસનના પરમ રહસ્યભૂત શ્રી સિદ્ધચક્ર ભગવંતની આરાધનાના ત્રીજા દિવસે આચાર્ય પદની આરાધના કરવાની છે.
આચાર! બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વ્યક્તિ અને સમષ્ટિ માટે! આચારથી આખું વ્યક્તિત્વ પરખાય છે... આચારથી વિચારોનું વલણ જાણી શકાય છે. પાંચ આચારોના પાલનમાં પ્રાણ પૂરનાર તથા એના પ્રચાર માટે પળેપળ પ્રવૃત્ત આચાર્યોને જિનશાસનમાં તીર્થંકરની ગેરહાજરીમાં તીર્થપતિના સ્થાને નીરખવામાં આવે છે.
સમગ્ર સંઘના સંચાલનની જવાબદારી આચાર્યના શિરે હોય છે. સૂરજ સંતાઈ ગર્યો હોય કે ચાંદો છુપાઈ ગયો હોય ત્યારે અજવાસ માટે દીવો કામ લાગે છે, તેમ તીર્થકર ભગવંતો કે કેવળજ્ઞાની અરિહંતો નથી ત્યારે જિનશાસનનાં રખોપાં કરે છે શાસન, સંઘ અને સંયમને સમર્પિત સૂરિદેવો!
સમગ્ર સંઘનું હિત જેમની આંખોમાં છે. સકળ સંઘના તમામ જીવો પ્રત્યે મારા-પરાયાની ભેદરેખા વગર જેમનું વાત્સલ્ય વરસે છે...એવા આચાર્ય ભગવંતને અનંત વંદના!!
.
'
તે
જ
વિચાર પંખી,
For Private And Personal Use Only