________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િનવપદ આરાધના...(દ્વિતીયદિવસ)
જી હાં! તમને કોઈકની નજર સતત જુએ છે! જાણો છો એ કોણ જુએ છે? અનંત સિદ્ધ પરમાત્માઓ તમને પ્રતિપળ પ્રતિક્ષણ નિહાળે છે...એમની કરુણા-નીતરતી મહેર નજર અવિરત વરસ્યા કરે છે આ સૃષ્ટિ પર!
તમે નહીં જાણતા હો...જ્યારે એક આત્મા સિદ્ધ બને છે ત્યારે જ એક આત્મા અવ્યવહાર રાશિ'ની નિગોદમાંથી બહાર નીકળીને “વ્યવહાર રાશિમાં પ્રવેશે છે! અને પછી એની ક્રમિક વિકાસ યાત્રા પ્રારંભાય છે. આપણા આત્મા પર પણ કોઈક સિદ્ધ આત્માનો આ મહાન ઉપકાર છે. કોણ છે એ આત્મા? આપણે નથી જાણતા! આ ઉપકારનો બદલો આપણે કેવી રીતે વાળીએ?
આજનો દિવસ છે. સિદ્ધપદની આરાધના કરવા માટેનો! લાલ રંગમાં સિદ્ધ પદનું ધ્યાન ધરવાથી આપણા તરફ સિદ્ધ ભગવંતનું આકર્ષણ થાય છે... લાલ રંગ આકર્ષણ માટે જ છે!
લાલ રંગની માળા...લાલ રંગનું આસન.. આ બધું જાપમાં ધ્યાનમાં સહાયક બને છે!
સિદ્ધ પરમાત્માની આરાધના કરીને, આત્માને શુદ્ધ, બુદ્ધ કરીને સિદ્ધત્વ તરફ ગતિશીલ બનાવીએ.
વિચાર પંખી
For Private And Personal Use Only