________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવપદ આરાઘના...(પ્રથમ દિવસ) થી
અરિહંત! વિશ્વનું સર્વશ્રેષ્ઠ તત્ત્વ છે અરિહંત! અરિહંત પરમાત્માની અચિંત્ય કૃપાથી જ આપણને ધર્મતીર્થની ધર્મશાસનની પ્રાપ્તિ થઈ છે..
સમગ્ર સૃષ્ટિ માટે વંદનીય..પૂજનીય એવા અરિહંત પરમાત્માનું ધ્યાન કરવા માટે નવ દિવસીય આરાધના સત્રનો આજથી પ્રારંભ થાય છે! આ નવ દિવસોમાં આકાશમાં સૂર્ય – ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વગેરેના તેજમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. વાતાવરણ બદલાય છે. માટે તો આ નવ દિવસો સાધના માટે શ્રેષ્ઠ મનાયા છે! સિદ્ધચક્રની સાધના એટલે સૃષ્ટિના શ્રેષ્ઠ યંત્રની ઉપાસના
જેના કેન્દ્રમાં અરિહંત છે.
કોઈ પણ આત્મા જ્યારે રાગદ્વેષના બંધનોથી સંપૂર્ણપણે મુક્ત બને છે અને તીર્થકર બને છે, ત્યારે એ જગત આખા માટે પૂજનીય બની જાય છે! અહતું એટલે પૂજા કરવા માટે ઉપયુક્ત! આરાધના સાધના ઉપાસના કરવા માટે બધી જ રીતે યોગ્ય તત્ત્વ છે અરિહંત!
અરિહંતનું ધ્યાન સમગ્ર ચિત્તતંત્રને વિશુદ્ધ કરે છે. શરીરની અસ્વસ્થતાને ઓગાળે છે. “અરિહંત' શબ્દમાં એ તાકાત છે કે જેનાથી તમામ ભય દૂર થઈ જાય. સાધનામાં જરૂરી છે આપણી સમર્પણની ભાવના!
Divine force needs dedication. ‘સાધનાની સફર ખેડે તે સંત છે.
મુક્તિના મીઠા સૂર છેડે તે મહંત છે. દુનિયાને જીતનાર અંતે હારી જાય છે.
જે ખુદની જાતને જીતે તે “અરિહંત' છે!”
વિચાર પંખી
For Private And Personal Use Only