________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવપદ આરાઘના (પાંચમો દિવસ) ની
સર્વજ્ઞ શાસનના સિદ્ધાંતોને જીવનમાં જીવનાર ને જગતને એ રાહ ચીંધનાર સાધુ પુરુષોના પાવન ચરણે ભાવભીની વંદના!
જે કોઈ સાધુ ભગવંત પરમાત્મા જિનેશ્વર ભગવંતના શાસનને સમર્પિત છે...સન્મુખ છે.. પછી એ કોઈ પણ ગચ્છના હોય, પંથના હોય,.. સમુદાયના હોય...એ આપણા માટે સદા સર્વદા વંદનીય છે.. આદરણીય છે!
બહુ ધ્યાન માંગી લે એવો શબ્દ છે “સવ્વસાહૂણં'! મારી તમારી માન્યતાના ચોકઠામાં પુરાયેલા નહીં. પણ “સવ' એટલે બધા જ સાધુ ભગવંતો, જેઓ પરમાત્માને પંથે ગતિશીલ છે. જેમણે જાતને સમર્પિત કરી છે પરમાત્મશાસન માટે-જગતને મહાવીરનો સંદેશો દેવા ફરી રહ્યા છે! એ તમામ સાધુ ભગવંતોને હૈયાની અનંતશ વંદના...
સાધના કરે તે સાધુ...! શ્રમ કરે..કષાયોને દૂર કરવા માટે પરિશ્રમ કરે તે શ્રમણ! મૌનના મહાસાગરમાં ડૂબકી મારે...ડૂબી જાય તે મુનિ...!
આવા સાધુભગવંતનો જાપ શ્યામ રંગના વર્તુળમાં કરવાનો છે. તમને ખબર હશે: શ્યામ રંગ Suck-up કરે છે...શોષી લે છે, ચૂસી લે છે. અંતરની ધરતી પર ઊગી નીકળેલાં વાસનાઓનાં ઝાડવાં-ઝાંખરાંને સૂકવી દે છે
ઝંખનાઓનાં જાળાંને જલાવી દે, કામનાઓની ભીનાશને શોષી લે.
એ જ શ્યામ રંગમાં સાધુ પદની સાધના માટેનાં સૂચનો સૂચક છે. માનસિક વિકૃતિઓને દૂર કરવામાં સાધુ પદનું ધ્યાન સહાયક બને છે.
શ્યામ વસ્ત્ર, શ્યામ માળા, શ્યામ આસન આ બધું ઉપયોગી છે. કાળો ડિબાંગ અંધાર છે માટે તો સૂર્યનું મહત્ત્વ છે!
સાધુતામાં સૂર્યની ઉપાસના કરીને જીવનમાં છવાયેલો અજ્ઞાનનો અંધાર ઓગાળી દઈએ...એ જ આજના દિવસનો પયગામ છે!
વિચાર પંખી
For Private And Personal Use Only