________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફિલ પર્વષણ મહાપd...(છઠ્ઠો દિવસ)
GS
પરમાત્મા મહાવીર દેવના રોમાંચક જીવનપ્રસંગોની પાવન પ્રેરણાના અમીઘૂંટ પાતી આજની અલબેલી ઉષા પર્યુષણનો છઠ્ઠો દિવસ લઈ આવી છે. વર્ધમાન રમે છે મિત્રોની મહેફિલમાં પણ એના અંતરના આંગણે તો ઉદાસીનતા જ રહે છે. માની ઇચ્છા સંતોષવા યશોદા સાથે લગ્નજીવન પણ જીવે છે, છતાંયે એનો આત્મા આ બધાં બંધનોથી અળગો છે! સર્વ ત્યાગની કેડીએ ચાલ્યા જતા વર્ધમાનને વિદાય આપતી યશોદાની જરા કલ્પના તો કરી, પોતાના પતિને ત્રિભુવન પતિ બનાવવાના કોડ ખાતર એ નમણી નારીએ પોતાના સુખની જરાયે પરવા ન કરી. એણે હસતા મોઢે વિદાય આપી પોતાના કંથને મહાન સંત થવા માટે! અરે એટલું જ નહીં, પ્રાણપ્યારી પુત્રી પ્રિયદર્શનાને પણ ત્યાગના પંથે વાળી. મહાવીરની મહાન ઇમારતમાં આ યશોદાએ પોતાના ધબકતા પ્રાણોની કાંઈક કાંઈક ઈંટો મૂકી હશે. એ મહાન નારીએ પોતાના સર્વસ્વને દૂર દૂર જતા જોઈ બોર બોર જેવડાં આંસુ પાડ્યાં હશે! છતાં પણ કોઈ ફરિયાદ વિના પોતાના જીવન-ધનને જગતધન બનાવનાર એ યશોદાને ઓળખ્યા વિના મહાવીરની ઓળખાણ અધૂરી રહેશે.
..
છે
વિચાર પંખી
For Private And Personal Use Only