________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક પર્યુષણ મહાપર્વ...(સાતમો દિવસ)
ઊગતા સૂરજની સાખે લહેરાતી, પ્રસન્નતાનાં ફૂલો વિખેરતી સોહામણી પળ પર્યુષણનો સાતમો દિવસ લઈ આવી છે.
સંસ્કૃતિના આદ્ય પુરસ્કર્તા પરમાત્મા આદિનાથ તથા કાશીના કોડામણા રાજ કુમાર પાર્શ્વનાથના જીવનની ઘણી ઘણી વાતો આજે સાંભળવાનો દિવસ છે. તેમ ઇતિહાસના પાનાંઓ પર સોનેરી અક્ષરે કંડારાયેલી પ્રેમની સર્વોચ્ચ કહાણી પણ આજે સાંભળજો નેમ અને રાજુલ! આઠ...આઠ ભવની પ્રીતના જેણે ચોક પુરાવ્યા છે એવી રાજુલને તરછોડીને ગિરનારની વાટે ચાલ્યા જતા નેમ! યુગયુગની પિછાણ જાણે કે પળભરમાં કોઈ કોઈને જાણતું નથી એ હકીકતની પથ્થરદીવાલ બની જાય છે.
નેમ વિના નહીં ભજું નાથ અનેરોની ધૂણી ધખાવી બેઠેલી રાજુલ પ્રિયતમને પામવા, સદા માટે એનામાં લીન બની જવા સંયમના કાંટાળા રાહે કમળકોમળ કદમો માંડે છે. દેહ - પ્રેમને સ્વાર્થ સંબંધોની ભુલભુલામણીમાં ભૂલા પડેલા આપણે જરા એક નજર આ પ્રેમનાં પ્રતીકો તરફ નાંખીએ કે જેથી આપણા અણુએ અણુએ દિવ્ય પ્રેમની સરવાણી વહે. જેમાં પરમ શાંતિનાં નીર લહેરાતાં હોય!
વિચાર પંખી
પ
For Private And Personal Use Only