________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિં પર્યષણ મહાપર્વ...(પાંચમો દિવસ) ફિ
સોણલાની પણ એક સોહામણી દુનિયા છે... ભાવિના અનેક સંકેતો શમણાંની સોડમાં ઇશારા કરે છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલાએ જોયેલાં ૧૪ નમણાં શમણાં કેવાં સુવાળાં ને પ્રારાં પ્યારાં છે? એક એક સ્વપ્ન મહાવીરના મોહક વ્યક્તિત્વને કળીમાંથી ઊઘડતા ફૂલની જેમ ઉઘાડું કરે છે. સપના એ વ્યક્તિના ભીતરી અસ્તિત્વની પ્યાસને પ્રગટ કરે છે! સુંદર સોણલાંની છાબ પણ એના જ નસીબમાં હોય છે કે જે અંતરથી સુંદર હોય! અત્યારે તો વૈજ્ઞાનિકો આધુનિક Micro electrionic instruments દ્વારા સપનાંઓના અજાણ્યા પ્રદેશની સફર ખેડે છે.
આપણાં શાસ્ત્રો તો સદીઓથી આ વાતને વિવેચી રહ્યાં છે! જરી પલકોનો પડદો પાડીને પહોંચી જજો ક્ષત્રિયકુંડના રાજપ્રસાદમાં પોઢેલાં દેવી ત્રિશલાની પાસે...એમના અસ્તિત્વમાંથી નીતરતી લાગણીઓની ભીનાશને જોજો!
એક વાત ના ભૂલશો...આજનો દિવસ મહાવીર જન્મ વાંચનનો છે, મહાવીરનો જન્મદિવસ નથી! આજનો દિવસ દેવી ત્રિશલાને આવેલાં શમણાંઓના નમણા ગામમાં ગરબે ઘૂમવાનો દિવસ છે.
વિચાર પંખી
૭૩
For Private And Personal Use Only