SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર્યુષણ મહાપર્વ... (ચોથો દિવસ) આવો દોસ્ત! પર્યુષણની ચાંદની જેવી શીળી ચોથા દિવસની ઊજળી ઊજળી ઉષાનો સ્પર્શ તમને હળવેથી ભેટે છે! આજનો દિવસ કલ્પસૂત્રની વાચનાનો પ્રથમ દિવસ! તમે કલ્પસૂત્ર અંગે જાણો છો ખરા? આવો..ત્યારે એની જ વાર્તા આજે કરીએ! Acharya Shri Kailassagarsuri Gyanmandir શોક અને મોહની જાળને જલાવી દેનારા આ કલ્પસૂત્રને યુગપ્રધાન-ચૌદ પૂર્વધર ભગવાન ભદ્રબાહુ સ્વામીએ ‘દૃષ્ટિવાદ' નામના ૧૨ મા અંગના નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી અલગ તારવીને ‘દશાશ્રુતસ્કંધ’ ના આઠમા અધ્યયન તરીકે સુગ્રથિત બનાવ્યું. ગુરુશિષ્ય પરંપરાથી મુખપાઠ થતા આ કલ્પસૂત્રને વિ. સં. ૫૧૦ માં લિપિબદ્ધ (ગ્રંથરૂપે) કરવાનું શ્રેય છે મહાન શ્રુતધર શ્રીદેવર્ધિગણી ક્ષમાશ્રમણને! એ ધરતી હતી વલ્લભીપુર (સૌરાષ્ટ્ર) ની! આ ગ્રંથનું સર્વ પ્રથમ સંઘ સમક્ષ વાંચન વિ. સં. ૫૨૩ માં થયું છે. ગુજરાતના ત્યારના પાટનગર આનંદપુર (વડનગર) ખાતે રાજા ધ્રુવસેનના રાજ્યપરિવારના શોકને દૂર કરવા માટે આચાર્ય શ્રી. કાલિકસૂરીશ્વરજીના શ્રીમુખે! આ ગ્રંથ પર ‘સુબોધિકા’ નામની સંસ્કૃતમાં રસમય ટીકા (Commentary) લખવાનો જશ જીતે છે વિ. સં. ૧૬૯૬ ના જેઠ સુદ ૨ ના દિવસે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી! ગુજરાતી ભાષામાં એના પ૨ ખીમશાહી ટીકા લખવાનું કાર્ય વિ. સં. ૧૭૦૭ ના વૈશાખ સુદ ૧૦ ના દિવસે અમદાવાદ ખાતે મુનિશ્રી ખીમાવિજયજીએ પૂર્ણ કર્યું. તત્કાલીન નગરશેઠ શ્રી હેમાભાઈ પ્રેમાભાઈની હાજરીમાં અમદાવાદમાં સકળ સંઘ સમક્ષ એ જ વરસે એના વાંચનનો પ્રારંભ થયો. જર્મન સ્કૉલર રીયુ જે. સ્ટીવન્સન ઈ. સ. ૧૮૪૯ માં પ્રથમ વાર વર્તમાનમાં કલ્પસૂત્રને વિદ્વતાપૂર્ણ સંપાદનથી સાંકળીને પ્રગટ કરવાનું શ્રેય મેળવે છે! આ છે કલ્પસૂત્ર અંગે આછીપાતળી જાણકારીની ઝલક! કલ્પ એટલે આચાર! ૭૨ શ્રમણજીવનની આચાર વ્યવસ્થાની વિસ્તૃત વિવેચના ને વિચારણા કરતા કલ્પસૂત્રને સાંભળતાં ભાવવિભોર બની જજો! For Private And Personal Use Only વિચાર પંખી
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy