________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિ અઠ્ઠમના સાધકને સંદેશ! આપી
આજે તમે ત્રણ દિવસની મહાન સાધનાના શ્રીગણેશ માંડ્યા છે! કેટલા ખુશનસીબ છો તમે? પરમાત્માની કૃપાનાં ઘેરાં ઘેરા વાદળાં તમારી આત્મભૂમિ પર મન મૂકીને વરસી પડશે? એક વાત કહું? તમને ગમશે?
તનનો શણગાર તપથી કરશો ત્રણ દિવસ માટે! જીવનને જાપ અને ધ્યાનથી ઝળહળતું કરશો. તો સાથો સાથ..
૦ હૈયાને હેતથી છલોછલ બનાવી દેજો... 0 મનને મૈત્રીથી મઘમઘતું બનાવી દેજો... ૦ અંતરને આનંદથી ઓળઘોળ કરી દેજો.. ૦ આંખોમાં નેહનાં મીઠાં નીર ભરી દેજો....
૦ પ્રાણોમાં પરમાત્મપ્રેમનાં પુષ્પો ખીલવજો! એવી આરાધના | સાધના કરજો કે આ ત્રણ દિવસોમાં તમે પ્રગટાવેલા ઉપાસનાના દીવડા દિવસો સુધી તમારા જીવનને પરમાત્મા શંખેશ્વર પાર્શ્વનાથની અચિંત્ય કૃપાના તીરે લઈ જાય! આ ત્રણ દિવસોમાં બને તો મૌનના મહાસાગરમાં ખોવાઈ જજો!
૦ વિચારોનું મૌન ૦ વાણીનું મૌન
૦ વર્તનનું મૌન તમારા મનને નવો આનંદ આપશે નવી તાજગી બક્ષશે. ત્રણ દિવસો દરમિયાન ગુસ્સાને તો “ગેટ આઉટ' કરી દેવાનો! “અહં' કરવામાં રહેમ રાખજો... ઊંચા સાદે તો બોલતા જ નહીં! બીજાની સાથે વાત કરવી પડે તો પણ મૃદુ-મીઠા ને થોડા શબ્દોમાં પતાવજો.
તમારી સમગ્રતાને પ્રભુ પાર્શ્વનાથના ચરણોમાં સોંપી દેજો!
ફર
વિચાર પંખી
For Private And Personal Use Only