________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ જીવવું હોય તો શીખો મરતાં!
વિદા! અલવિદા!
જેના પર આપણું સમગ્ર અસ્તિત્વ ફિદા હોય એને જ જ્યારે વિદા આપવી પડે...એ જ આપણી પાસેથી હંમેશ હંમેશ માટે અલવિદા લઈ લે...તો? હાય!
એ પીડાને શબ્દોની સોડમાં સંકોરવી કે અક્ષરોની આરસીમાં ઉપસાવવી અશક્ય છે!
જન્મ્યા ત્યારથી જ મૃત્યુ આપણી આંગળી ઝાલીને ચાલે છે...આપણી બિલકુલ સમાંતર! આપણા કદમની સાથે કદમ મિલાવીને મોત ચાલે છે - અલબત્ત, આપણે ઘણી વખત એને જોઈ કે જાણી શકતા નથી!
પ્રિયજનની વિદાય પછી આપણી પાસે રહે છે માત્ર વીતેલી યાદોના અંગારા જેવાં સંભારણાં કે જે આપણને પળેપળ દઝાડ્યા કરે! ક્યારેય ના ભરી શકાય એવું એકાંત અને સ્મૃતિઓની વણથંભી વણઝાર!
એ વખતે શું આશ્વાસનના ફિક્કા અને બેજાન શબ્દો કંઈ અસર કરી શકે ખરા?
બાહરી દિલાસાઓ ભીતરના ખાલીખમપણાને ભરવા નકામા નીવડે છે... અને એક ઘેરી ઉદાસી આખા અસ્તિત્વને ઘેરી વળે છે!
ત્યારે, તમે મૃત્યુની યથાર્થતાને અને અનિવાર્યતાને વિચારી શકશો ખરા? જીવન જીવતાં વિચારતા રહેજો! સાથે સાથે આત્માની અમરતાને પણ વાગોળતા રહેજો! કારણ કે :ભૂમિથી, નભથી, નરકથી સ્વર્ગથી દૂર
હોય ક્યાંયે માનવી, પણ મોતથી મજબૂર માટી છે બધું જ આ મૃત્યુની રાજધાનીમાં
એક શાશ્વત છે ભીતરી સ્નેહનું સિંદૂર.” આ સિંદૂર તમે સાચવી રાખજો! વિચાર પંખી
૩૧
For Private And Personal Use Only