________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ મૃત્યુ માણવા જેવું છે! કો
મૃત્યુનો શોક માનવીને અવાફ કરી મૂકે છે. વિલાપ ને કકળાટ...કંદન ને તરફડાટથી કશું જ વળતું નથી.... વ્યક્તિ નિયતિની સમક્ષ નિરાધાર બનીને ટળવળે છે! આ પરિસ્થિતિમાં આશ્વાસનના અમળાઈ ગયેલા શબ જેવા શબ્દો પણ માણસને ગળાડૂબ ગમગીનીના ગારામાંથી નથી ઉગારી શકતા! મૃત્યુ તો જાણે જન્મ્યા ત્યારથી જ આપણી સાથે ને સાથે જ ચાલે છે... શ્વાસ લેતા હોઈએ છીએ એટલામાં તો જીવનથી આપણે કેટલા દૂર નીકળી જતા હોઈએ છીએ..કદાચ મૃત્યુ જ આપણને જીવનની સમીપ લાવે છે! ત્યારે થાય છે :
Where is Life? We have lost in living! પણ જો જાગ્રત હોઈએ...
તો ચિતાની જવાળામાંથી પ્રગટેલો ચિંતનનો દીવો જીવનને અને એની પેલે પારના પ્રદેશને અજવાળી દે છે! શ્વાસની સૃષ્ટિને સમેટી લેવામાં મૃત્યુનો વિજય છે... પણ સ્મરણોની સદાબહાર સૃષ્ટિને મૃત્યુ ક્યારેય નથી સમેટી શક્યું...એમાં તો એની હાર જ છે!
મૃત્યુમાંથી જન્મે છે શોક...શોકમાંથી જન્મે છે સ્થળ કાળ પર છવાયેલાં. ઘવાયેલાં સંસ્મરણો.. અને એમાંથી નીતરે છે, આપોઆપ આવિર્ભત બને છે ચિંતન! ચોંટાડેલું કે થીગડાં મારેલું નહીં! પણ એવું ચિંતન કે જેમાંથી લીધેલું સમાધાન અને એમાંથી સાંપડેલી શાંતિ ચિરસ્થાયી બની રહે!
પણ જે જીવન જીવવું પડે છે તે જીવન એવું મજાનું અને નિર્દોષ જીવો કે અંતિમ પળોમાં તમારું “
કોસ' કબૂલી શકે :I ended my life
with a broken Fiddle with a broken Song
with a broken Heart but not with a single regret.
વિચાર પંખી
For Private And Personal Use Only