________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન, અબીહાલા!
ભૂતકાળની ભૂતાવળોનો જનાજો ઉપાડીને ક્યાં સુધી જીવ્યા કરીશું? સ્મૃતિઓની વણઝાર આપણને વીતેલી વળગણો સાથે જોડી રાખે છે... અતીતનો અવસાદ આપણે ઓગાળી શકતા નથી! એક બાજુ ભૂતકાળ સાથે નાતો જોડી રાખીએ છીએ. તો બીજી બાજુ ભવિષ્યનાં શમણાંઓનો કાફલો આપણી આંખ અને અંતરને એવો ઘેરી વળે છે કે વર્તમાનની પળો સાથે આપણે આંખમીંચામણા કરી દઈએ છીએ! વાસ્તવમાં તો જે કંઈ છે તે માત્ર વર્તમાન છે! વર્તમાન સાથે વેર બાંધીને માણસ આનંદ મેળવી જ ના શકે! આનંદની એક જ ક્ષણ હોય છે. અને તે છે વર્તમાન! હમણાંની ક્ષણ!. વર્તમાનમાં જીવવું એટલે પ્રતિપળની જાગૃતિ! એ જ સુખના ખજાનાની ચાવી છે. ભૂલી જાવ ભૂંડા ભૂતકાળને! ખંખેરી દો ભવિષ્યનાં કોરાંધબ શમણાંઓને! સ્વીકારી લો જે શુભ છે, શ્રેય છે, તેને! જીવો વર્તમાનમાં!
Pleasc, live in the present!
વિચાર પંખી
પહ
For Private And Personal Use Only