________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ જીવન જીવવા જેવું છે? હી
જી, હા સળગતી સમસ્યાઓના રણ વચ્ચે પણ સમાધાનનું સોહામણું ઝરણું મળી આવે છે. જો જીવનને સહજતાથી જીવવામાં આવે તો!
સહજતા અને સમગ્રતા એ જીવન જીવવાની બે ગુરુચાવી (Master Key) છે. જીવનની યથાર્થતાનો સ્વીકાર કરો! મુસ્કાનમાં જીવન છે તો આંસુમાંયે જીવન છે!
સુખની ગલીપચીમાં જીવન છે તો દુઃખની ટીસ. પીડાની કસકમાંયે જીવન છે જ! જીવનને એકાંગી-એક તરફી ના બનાવી દો! જીવનને સમગ્રતાની સોડમાં જુઓ અને જીવો!
જિંદગીમાં “સંજોગો અને નસીબની દુહાઈ દેનારાઓનું કામ નથી, જિંદગીમાં જવાંમર્દી જોઈએ.. ખમીર જોઈએ! જોખમની સામે અડીખમ ઊભા રહેવાની દૃઢતા જોઈએ! સુરક્ષાની સાંકડી ગલીમાં ગૂંગળાઈ જઈને જીવવા કરતાં તો બહેતર છે...જોશોહોંશથી આફતોમાં અથડાઈને આગળ વધવું!
Think deeply Speak Mildly touch Softly and live with your Totality
વિચાર પંખી
For Private And Personal Use Only