________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I WANT TO SAY TO YOU 11
ઘડિયાળના કાંટાની આસપાસ સમયનાં કેટકેટલાં ફૂલો ખીલે છે..ને ખરી પડે છે? આપણને એની ક્યાં પડી છે? સમયની રેતી વણથંભી રીતે સરકતી રહે છે.
એ રેતી પર પડેલાં પગલાં વીણવાની ઘેલછાને વળગી રહેવાનો કોઈ અર્થ ખરો?
ધુમ્મસની જેમ વહી જતાં વાદળાંઓ વચ્ચે કોઈ ઇમારત ઊભી કરવાનો અર્થ ખરો?
જીવન વધે જ જાય છે. અથક અને અનવરત વહેવું એ જ જાણે જિંદગી
છે...!
બંધાઈ જવામાં જિંદગી ગંધાઈ જાય છે! બંધિયાર જીવન અંધિયાર બની જાય છે! જિંદગી એટલે પળેપળની પરિવર્તનશીલતા! પણ હાય! આપણો તો એક એક દિવસ ઊગે છે જાણે પાનખરમાં પડી પડીને પીળાં થયેલાં પાંદડાં જેવો! આપણી એક એક સાંજ આથમે છે ગમગીનીમાં ચૂંટાયેલા ગીત જેવી! આપણો પ્રેમ પણ ક્યારેક તો દોરી
વળગણી બની રહે કે જેના પર આંસુનીતરતાં ભીનાં
સ્મરણો સુકાયા કરે! આપણી આંખો જાણે આંસુઓનું સ્મશાન...!! ને આપણું દિલ જાણે જૂની-ભરેલી યાદોનું
કબ્રસ્તાની
વિચાર પંખી
For Private And Personal Use Only