________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
́DON'T LOOSE BUT USE !
કેટલાંક લોકો વારે વારે ને ઘડીએ ઘડીએ મગજ ગુમાવી બેસતા હોય છે. જરીક આડુંઅવળું થયું કે ઊંધુંચનું વેતરાયું ને એમની કમાન છટકી! સાવ નજીવી વાતમાંયે દિમાગ તંગ થઈ જાય! દિમાગ તંગ એટલે દિલ બદરંગ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંગ ના બનો. આકળા ના થાઓ. કોઈ પણ વાતને એકદમ ‘હાર્ડ' એન્ડ ‘ફાસ્ટ’ સખત અને સતત ‘હાવી’ ન થવા દો તમારા મગજ પર!
દિમાગને ‘લૂઝ’ ના કરો પણ તેનો ‘યુઝ' કરો, ઉપયોગ કરો!
જે દિમાગ છે. વિચારવાની શક્તિ છે... સમજવાની ક્ષમતા છે તે ગુમાવવા માટે નથી... પણ ઉપયોગ કરવા માટે છે!
૫૩
અલબત્ત, Loose કરવું હોય તો તમને કોઈ રોકી નહીં શકે પણ Loose માં ‘લૉસ' છે! Use માં સૂઝ છે...સમજ છે!
કોઈ આપણા પર અકારણ મગજ ગુમાવે એ આપણને નથી પાલવતું તો પછી આપણે બીજાના માટે આપણું દિમાગ કેમ ગુમાવી દઈએ છીએ? એકવાર..ગુમાવ્યું...બેવાર ગુમાવ્યું પછી કદાચ ખોવાઈ જશે...ચીડિયા થઈ જશે...ને તમે કોઈનેય નહીં ગો! Loose Mind ક્યારેક સામાના મન પર એવા ધા કરે છે કે જેને જલદી રૂઝ નથી આવતી!
‘જેનું દિમાગ જરીક વારમાં લૂઝ થઈ જાય, એના પ્રેમનો પળવારમાં ફ્યૂઝ ઊડી જાય!'
Never loose MIND
but
Forever use MIND
For Private And Personal Use Only
વિચાર પંખી