________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જિંદગી ઈતિહાન લેતી હૈ!
ભારતનો હિમાલય હોય કે જાપાનનો ફૂજીયામા... આગ્સ પર્વતની શૃંખલા હોય કે એન્ડિઝની પર્વતમાળા, જુગ-જુગ વીતી જવા છતાં આજે પણ અડીખમ ઊભા છે! એ જ સર્વવિજયી અદા ને જિંદાદિલીના જુવાળ સાથે!
તોફાનો આવે ને જાય, આંધી-અંધડ આવે ને વિદાય લે... ધોધમાર વરસાદ હોય કે આકરા તડકાનો તરફડાટ હોય, પહાડ નિશ્ચલ ઊભા રહે છે.. નિસ્પંદ ખડા રહે છે!!
દોસ્ત! હિંમત અને હૈયાઉકલતને ભીતરમાં જીવંત રાખ! દુનિયાની કોઈ તાકાત તને નમાવી નહીં શકે!
વંટોળિયા અને વાવાઝોડા પછી જ આકાશનું સૌંદર્ય નિખરે છે. ધોધમાર વરસાદ પછી જ પર્વતો નવી દુલ્હનના જેવો લીલોછમ શણગાર સજે છે! વૃક્ષોનાં પાંદડાં ભીની ભીની ગંધને વેરે છે!
તારી કસોટી થાય - તારી ઈસ્તિહાન લેવાય તો હારી ન જઈશ. ઈતિહાન એની જ લેવાય જેણે શિક્ષણ મેળવ્યું હોય! અભણની પરીક્ષા નથી હોતી - તેઓ “પાસ” નથી થતા... “ક્લાસ' નથી મેળવતા.ભલે પછી “માસ પ્રમોશન' ની જમાતમાં ભળી જાય! જોશ - અને હોશ જીવંત હોય જિંદગી જવાંમર્દ! જોશ અને હોશ અને જેના ખામોશ એનું જીવન એટલે અસફળતાનું આગોશ! ઈતિહાનથી આંખમીંચામણા ન કર દોસ્ત!
તીરે ઊભો શું ટટળે છે?
જા, મોતી ખૂબ જ ઊંડે છે! ઊઠ દોસ્ત મારા, ઊભો થા,
ખુદ જવાની તુજને ઢંઢે છે! મોતી ગહેરાઈમાં હોય...સપાટી પર છીપલાં મળે..મોતી નહીં! શું છીપલાં જ વિણ્યા કરશો?
કે પછી મોતી મેળવવા મરજીવા બનશે? વિચાર પંખી
પપ
For Private And Personal Use Only