________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ તણો, પણ તણાઈના જાવ! પણ
તરવું કે તણાવું - બન્ને જુદી વસ્તુ છે. જિંદગીમાં મોટા ભાગે આપણે તણાઈ જતા હોઈએ છીએ. પછી પ્રવાહ લાગણીઓનો હોય કે ભાવનાઓનો હોય! પ્રવાહમાં વહી જનારા ક્યારેય સામા કિનારે પહોંચી શકતા નથી, કારણ કે કિનારા તરફ એમની નજર રહી શકતી જ નથી!
ક્યારેય પણ લાગણીઓમાં વહી જવાથી બચવું જોઈએ! શાંત સંતુલિત અને સ્વસ્થ જીવનયાત્રા માટે આ બહુ જરૂરી છે! જેઓ સંતુલિત રહે છે તેઓ જ જીવન જીતી જાય છે ને જીવી જાય છે. જ્યારે તણાઈ જનારા “બેલેન્સ' ગુમાવી બેસનારા મોટા ભાગે જીવન હારી જાય છે, કારણ કે ડૂબવાનો ડર તરનારા કરતાં તણાઈ જનારના માથે વધુ ઘેરાતો રહે છે!
જીવનનાં ઘણાં બધાં પાસાં છે..પ્રેમ...કર્તવ્ય, ભાવના, લાગણી, વ્યવહાર...આ બધાંમાં તણાઈ ના જાવ! ચારે બાજુનું વિચારીને...નિર્ણય કરો!
સંસારના સાગરમાં તર્યા કરશો તો આજે નહીં તો કાલે પણ કિનારા તરફ ગતિ કરી શકશો. પણ જો તણાઈ ગયા તો પછી તળિયે પહોંચતાં વાર નહીં લાગે!
તરવું એટલે અનાસક્તિમાં જીવવું! તણાવું એટલે આસક્તિમાં સબડવું!
આસક્તિ જ જીવનના સત્ત્વને શોષી લે છે! પછી તે વ્યક્તિ પ્રત્યેની હોય કે વસ્તુ માટેની!
આસક્તિમાં અધિકારની વસૂલાત છે.
અનાસક્તિમાં આનંદની અમીરાત છે. ભીતરની ભોમકામાં અનાસક્તિનું નાનું ઝરણુંયે જો વહ્યા કરતું હશે તો મનનો મેલ નીકળી જશે...
આસક્તિ ખરડે છે.. આસકિત કરડે છે. આસક્તિ તરડે છે...
વિચાર પંખી
For Private And Personal Use Only