________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમત પણ આંસુ-નીતરતું... ફ્રિી
જિંદગીના વળાંકો પર ક્યારેક અજીબોગરીબ “ઍક્સિડેન્ટ્સ” સર્જાતા હોય છે! એકાદ “પુશ” વાગે ને જીવનનો રસ્તો બદલાઈ જાય! અલબત્ત, યાત્રા તો ચાલુ જ રહે છે!
જીવનયાત્રાના રાહીએ એક વાત ભૂલવા જેવી નથી કે જિંદગી આજે જે છે તે કાલે ન પણ હોય!
આજે જે આંખોમાં હેત -- પ્રીતનો દરિયો હેલે ચડ્યો હોય, કાલે કદાય એ જ આંખો નફરતના ધગધગતા અંગારા પણ વરસાવે!
આજે જે ચહેરા પર પહેલી જ નજરે સ્મિતનાં અસંખ્ય ફૂલો ખીલી ઊઠ્યાં હોય એવું લાગે, કાલે એ ચહેરો જોતાં જ ઊબકા આવી જાય! આ બધું સહજ છે, સ્વાભાવિક છે!
'ये चांदनी भी जिनको छूते हुए डरती है,
लोग उन फूलों को पैरों तले कुचलते हैं । આવું બનવું અશક્ય નથી! હસતા હો તો રડવાની તૈયારી રાખો! સ્મિતના સરોવરમાં ડૂબતાં પહેલાં આંસુના રણમાં રઝળવાની પણ ક્ષમતા કેળવી લેવી જરૂરી છે! કારણ કે દુનિયાનો આ જ નિયમ છે! ફૂલ કહે છે કેલટું સુંદર છે આ મારું વદન
તે છતાં દુનિયા કરે છે શાને આટલું દમન? દિવ્યભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ
“એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રૂદન'
વિચાર પંખી
પ૩
For Private And Personal Use Only