________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ દોસ્તીની બારાખડી છે
નીતિશાસ્ત્રનું એક વાક્ય છે :
“સમાનશીલ – વ્યસનેષુ સખ્યમ્' દોસ્તી કરવી સરખે સરખાની સાથે મૈત્રીનો માંડવો બાંધવો પણ સમાનતાના આંગણે! પહેલી નજરે બહુ મહત્ત્વની નથી લાગતી વાત..પણ મૈત્રીનો નાતો. જો સમાન કુલ સમાન શીલ સ્વભાવ અને સમાનરુચિ - અભિરુચિવાળાઓ વચ્ચે જોડાય તો એમાં તિરાડ પડવાની કે એ સંબંધ તરડાવાની સંભાવના ઓછી રહે છે! જો સમાનતાને સમજ્યા કે સ્વીકાર્યા વગર દોસ્તીના દાવ ખેલી બેઠા જેની તેની સાથે, તો દોસ્તી દુશ્મનીની દાવેદાર બની બેસશે!
સરખેસરખાની પ્રીત જીવનને તંદુરસ્તી અર્પે છે. અલબત્ત, પ્રેમનો પ્રવાહ કે સંબંધનો વેગ એટલો તો તીવ્ર હોય છે કે એમાં માણસ બહુ વિચારી શકતો નથી અને મૈત્રી માગી બેસે. ઠીક છે...ચાલી જાય તો જિંદગી આખી ઝળહળી જાય, ન બને તો પત્તાના મહેલની જેમ મૈત્રીનો મહેલ તૂટી પડે! વાત બની જતી હોય...દોસ્તી જામી જતી હોય ત્યાં તો બધા જ વાહવાહ “માશાલ્લાહ' કહેશે પણ એ જ બનેલી વાત જો બગડી...તો ખલાસ! વાહવાહ કરનારા હાય હાય કરશે! બની કે ચેહરે પે લાખો નિસાર હોતે હૈ બની બનાઈ જબ બિગડતી હૈ
તો દુશમન હજાર હોતે હૈ!” સાચવજો ભાઈ...દોસ્તીના દાબડામાં પ્રેમનું મોતી જળવાય એ તમારી વાત તદ્દન સાચી, પણ દોસ્તીના દાબડા પર સમાનતાનું પડ સાચવી રાખજો. કારણ કે આપણી મૈત્રી-દોસ્તી અપેક્ષાના આછા રંગથી પણ રંગાયેલી તો રહેવાની જ! હા. કોઈ પણ જાતની ઝંખના વગર પ્રીતનો સંબંધ કર્યો તો વાંધો જ નહીં!
નહીંતર પછી જ્યારે તમારી પાંપણની પછવાડે આંસુઓનો કાફલો આવી ઊભો હશે ત્યારે મારા જેવા કો'ક તમને હળવેથી કહેશે. Don't be foolislı, my friend!
કોઈ તારું બની જાયે અને ઊંચાં મકાનોમાં? નથી હોતું જમીનોનું, કલેજું આસમાનોમાં!'
વિચાર પંખી
For Private And Personal Use Only