________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ છે, દોસ્ત?
કોઈ પૂછે કેમ છો?” તો તરત જ ચવાઈ ગયેલો જવાબ દઈએ કે “મજામાં! અથવા "ફાઈન'! પણ ખરેખર તમે મજામાં છો ખરા? કે પછી સજા જેવું જીવન ગુજારતા હોવા છતાં સામાને સારું લગાડવા “મજામાં' ની વાતો કરો છો?
ક્યારેક પૂરી ઈમાનદારી સાથે જાતને જરી આ સવાલ પૂછી જુઓ “કેમ
છો?”
બીમાર અને બિસમાર જીવન જીવનાર જ્યારે મજાની વાતો કરે છે ત્યારે બહુ વિચિત્ર લાગે છે! આપણું તો જીવન જ એવું ભારેખમ બની ગયું છે કે આનંદ, મજા, મસ્તી, પ્રસન્નતા આ બધા શબ્દો આપણને અજાણ્યા ભાસે છે!
અફકોર્સ, જીવન છે તો જંજાળ પણ રહેવાની જ! જિંદગી છે તો પ્રશ્નો પણ પેદા થવાના જ! સ્વસ્થપણ અને સહજપણે એ પ્રશ્નોને ઉકેલવા જોઈએ!
મજામાં' કહેતી વખતે સ્વર માંદલો કે માયકાંગલો ના બનવો જોઈએ. આ તો કહી દે કે “મજામાં ને પછી રામાયણનો અધ્યાય વાંચવા માંડે કે “આનું' આમ છે.. આનું તેમ છે,' ગામ આખાની પળોજણ!
એક વાત સમજી લો... મજા તમારા મનમાં છે! મજા કે સજા?
પસંદગી તમારી કોઈ પૂછે ને કહેવાનું મન થાય તો બેધડક કહેજો...
પૂછમા, તું કેમ ચાલે છે? ચાલવા દે જેમ ચાલે છે! પાડ માન ઈશ્વરનોઆપણું જેમતેમ ચાલે છે!”
વિચાર પંખી
For Private And Personal Use Only