________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ “હાય” ને‘બાય'
કહી
કૉલેજમાં “નોલેજ” મેળવવાનો દાવો કરતી જુવાનપેઢીમાં બે વાક્યો બહુ cheaply વપરાય છે! એક છે “હાય” અને બીજો છે “બાય'.
જાણે આખી પેઢી “હાય” અને “બાય' ના બે છેડા વચ્ચે છોલાઈ છોલાઈને જીવે છે, કોઈ મળશે કે કોઈને મળવાનું હશે તો તરત જીભ સળવળશે.. હાય!' કોઈકથી છૂટા પડવાનું થશે કે વિદાય લેવાની હશે તો હોઠો પર બેજાન શબ્દો ફૂટશે..બાય'!
શું આપણે “હાય હાય” અને “બાય બાય' કરીને જીવન જીવ્યે જ ઈશું? “હાય” લેવામાંય સારી નહીં અને આપવામાં યે સારી નહીં!” “હાય” ની હૈયાવરાળ તો જાણે હરદમ આપણી આસપાસ મંડરાયેલી મળે છે. જરાક કાંઈક બગડ્યું. કોઈકે કાંઈક નુકસાન કર્યું કે તરત આપણે કહીશું. “હાય હાય, શું કર્યું?” “હાય હાય', “કેવું કરી નાખ્યું?“હાય હાય, શું થશે?” “હાય હાય. કેવો છે?' આ બધાં આપના તકિયાકલામ જેવાં ચલણી વાક્યો છે!
પણ જો જીવનવ્યવહારમાં “હાય” ને બદલે “હોય” કરવાનું શીખી લઈએ તો કદાચ હૈયાહોળી કે લોહીઉકાળાથી તો બચી જ જવાય! કાંઈક બન્યું હાય હાય કરવાના બદલે કહો : “હોય...ચાલ્યા કરે’ ‘હોય ભાઈ હોય, દુનિયામાં બધું બન્યા કરે! સંસાર છે, હોય! ચાલ્યા કરે!”
હાય નહીં પણ હોય! હાય કરશો તો “હાય” આવશે. શા માટે કર્યું?” અને પછી શરૂ થઈ જશે સવાલોનો સળવળાટ! એના બદલે “હોય” કહેશો તો તરત મનનું સમાધાન થઈ
જશે!
બોલો શું ગમશે? હાયમાં છે લ્હાય!'
હાયમાં છે એન્જોય!”
વિચાર પંખી
For Private And Personal Use Only