________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિઆ શિખામણ નથી હોં! ફિ
આપણા સમાજમાં એવા લોકોની પણ એક જમાત હોય છે જે વણજોયે શિખામણનો શીરો તમને પીરસ્યા કરે! માગવા ન જાઓ તો યે હું પણ કંઈક છું' ની અદાથી સલાહ સૂચનો આપ્યા કરે! એવા લોકો બિચારા ભૂલી જાય છે કે માગ્યા વગર શિખામણ અપાય નહીં! પૂછયા વગર સલાહ-સૂચન દેવાય નહીં!
આમ પણ શિખામણ માગવાની ચીજ છે, આપવાની નહીં! સલાહ લેવાની વસ્તુ છે, દેવાની નહીં!
આપવું હોય ત્યારે સામે કોઈ માંગનાર છે કે નહીં એનો વિચાર તો કરવો જ જોઈએ! આ તો જ્યાં ને ત્યાં, જ્યારે ને ત્યારે ચાલુ થઈ જાય! જાણે દુનિયા આખીને સુધારવાનો ઇજારો એ જનાબના ખિસ્સામાં જ હોય!
વારે વારે શિખામણ આપનારા સામી વ્યક્તિનો સ્નેહ ગુમાવી બેસે છે! માગે ને શિખામણ અપાય તો એ શીરા જેવી લાગે પણ વણજોઈતી શિખામણ તો સોટી જેવી જ લાગે!
શિખામણ=જે મણ જેટલું શીખ્યા હોય એ જ શિખામણ આપી શકે! તમારા મારા-જેવા શિખાઉનું કામ નહીં...નહીંતર કો'ક હળવેથી કહેશે
'अरे सुधारक जगत के, मत कर चिंता यार!
दिल ही तेरा जगत है, पहले इसे सुधार' તમને કોઈ એવા શિખામણની લહાણી આપનારા ભેટી જાય તો કોઈ ન સાંભળે એમ સંભળાવજો! (કાનમાં જ કહેજો!) “ઓ શિખામણ આપનારા એટલો ઉપકાર કર,
ઈશ્વરી ઇન્સાફ પર મૂંગો રહી એતબાર કર. વક્રદષ્ટા, રાહ જે લીધો અમે, સીધો જ છે,
ખોડ તારી આંખમાં છે, જા પ્રથમ ઉપચાર કર!
c
..
-
-
-
વિચાર પંખી
૪૯
For Private And Personal Use Only