________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તમારે શું જોઈએ છે?
‘ઈ. એમ. વોકર’ નામનો જાણીતો કવિ એક મજાની વાત કરે છે... માનવની જરૂરિયાતો બતાવતાં એ લખે છે :
Human needs :
Some food - Some Sun Some Work - Some Fun & Someone.
ખાવાનું પણ જોઈએ...તડકો ય જોઈએ...કામ કરવાનું પણ જોઈએ...થોડીક મજાક-મસ્તી પણ જોઈએ, સહુથી વધારે મહત્ત્વની વાત છે Someone ની! કો'ક જોઈએ...
૪.
ચોક્કસ-જીવનમાં એકાદ તો એવી વ્યક્તિ એવો દોસ્ત...એવી જગ્યા જોઈએ જ કે-જ્યાં આપણે આપણું હૈયું ઠાલવી શકીએ! વેદનાનો અગ્નિ જ્યારે આંખો વાટે આંસુ બનીને નીતરી જાય છે ત્યારે હૈયું હાશ ને હળવાશ અનુભવે છે.
કોઈનો વિશ્વાસ જીતો કોઈના થઈને! કોઈને આપીને પછી મેળવવાની અપેક્ષા રાખજો...જેઓ કોઈના નથી થઈ શકતા તેઓ જાતના પણ નથી થઈ શકતા.
જિંદગી છે! ઉતારચઢાવ તો આવ્યા કરે...ખુશી-ઉદાસીની પળો આવ્યા કરે...આંસુ સ્મિતની ઈટ્ટા-કિટ્ટા ચાલ્યા કરે...કો'ક જો આપણને સમજનાર હોય તો જીવન હળવું ફૂલ બની જાય!
શરત એક જ છે : તમે બીજાના થાવ! પણ આપણે ક્યાં સ્વાર્થોની સંતાકૂકડીમાંથી બહાર નીકળીએ છીએ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મતલબ વિનાની લાગણી
મળતી નથી અહીં!
દિલમાંયે માનવીના
અહીં તો દિમાગ છે!”
For Private And Personal Use Only
વિચાર પંખી