________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ શ..શ...કોઈને કહેતા નહીં!
બે યુવાનો વાતો કરતા હતા : એકે પૂછયું “કેમ લાગી?” બીજો કહે : આપણે તો ઘસીને ના પાડી દીધી! પણ કેમ?' અરે-કેમ શું વળી... વ્હાઈટ' નથી" બે યુવતીઓ વચ્ચે વાત ચાલતી હતી... એકે પૂછ્યું...કેમ... “વાત જાણીને?' “ના રે.. બાબા...આપણને પસંદ નથી!' પણ કંઈ ખામી?” અરે ખામી? ‘હાઈટ' જ નથી!”
જીવનમાં હમસફર શોધવા નીકળેલી જુવાન પેઢીની પસંદગી આજે અટવાઈ ગઈ છે : હાઈટ” અને “વ્હાઈટના જંગલમાં! અને જ્યાં પસંદગીના માપદંડ માત્ર “વ્હાઈટ અને હાઈટ' જ હોય પછી જિદગીમાં ડગલે ને પગલે “ફાઈટ થાય કે દિમાગ હંમેશાં ‘ટાઈટ’ રહે એમાં નવાઈ શું?
જ્યાં જીવન આખાની યાત્રાનો સવાલ છે ત્યાં પસંદગીની પારાશીશી કેવળ બાહ્ય રૂપ-રંગ કે દેખાવ જ રાખીશું? રૂપ-રંગ ને રસાળતા જોબનની એક ઉમર હોય છે દોસ્ત!
રૂપ નીતરતું જોબન એટલે
પિત્તળ પર ઢોળાયેલું સોનું જ્યારે એ ઊતરી જાય
પછી કોણ અહીં કોનું?” જોબન તો જીવનનો એક તબક્કો છે. જીવનની સમગ્રતા નથી. પસંદગીનું પોત એટલું પાતળું તો ના રાખો કે એની પારદર્શિતામાં જીવન સાવ કઢંગું દેખાય!
-
૪૯
વિચાર પંખી
For Private And Personal Use Only