________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ જીના ઉસકા જીની હૈ... સી
કોઈ કાફલો જ્યારે નિશ્ચિત અને નિર્ણત મંઝિલ તરફ કૂચ કરે છે ત્યારે એ કાફલાના કદમમાં જોશ હોય છે. ગતિ હોય છે, દમામભેર મંઝિલ તરફ આગળ વધ્યે જ જાય છે. અલબત્ત, કાફલો ક્યારેક નાનો બની જાય, કેટલાક યાત્રીઓ પાછળ રહી જાય, કેટલાકનો સાથ-સંગાથ છૂટી પણ જાય, એનાથી શું? કાફલાના કદમનો દમ ઘૂંટાતો નથી! એ તો ચાલે જ જાય છે અથક અને અનવરત!
જિંદગી આપણી શું છે મારા દોસ્ત? બસ.. ચાલ્યા જ કરીએ છીએ જુગજુગથી! આ યાત્રા અંતવિહીન છે. આ યાત્રાનો અંત જ નથી! અનંતની યાત્રમાં જો ખંત ખોવાઈ કે ખોરંભાઈ ના જાય તો યાત્રા હમેશાં ગતિશીલ રહે છે.અને ગતિશીલ વ્યક્તિત્વ જ ખૂબ પ્રગતિશીલ બની શકે!
લાંબી સફર ક્યારેક કંટાળાજનક નીવડે છે. જો યોગ્ય અને નિકટનો સાથ-સથવાર ના હોય તો! પણ જો વિશ્વસ્ત હમરાહી સાંપડી જાય તો સફર આનંદભરી બની રહે છે.
અફકોર્સ! આપણે ચાલીએ કે થાકી જવાનું બહાનું કાઢીએ.. વિસામાને મંઝિલ માનવાની ભૂલ કરી બેસીએ - છતાંય જિંદગીની સફર, જિંદગીનો કારવાં ચાલ્યા જ કરશે!
યા ખૂન પસીના કરકે બહા
યા તાન કે ચાદર સોતા જા, યહ નાવ તો ચલતી જાયેગી
તુ હંસતા રહે યા રોતા જા.” રડી રડીને પણ જીવવું તો પડશે જ, તો પછી હસતાં હસતાં જીવવામાં હાનિ શું? મસ્તીથી આગે કદમ બઢાવવામાં નુકસાન શેનું?
સુખ્યાત ફિલોસોફર કમ ડિપ્લોમેટ “હેમર ગુડ' નું એક વાક્ય યાદ રાખી લેશો:
"The longest journey is the journey inward!' સહુથી લાંબી યાત્રા અંતરયાત્રા છે!' વિચાર પંખી
૪૫
For Private And Personal Use Only