________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(Re
હિન લાવો, તમારો હાથ જોઈ દઉં!
તમને જ્યોતિષમાં રસ ખરો? રાશિવાર ભવિષ્ય જાણવાની ઇંતેજારી ક્યારેક ઈધણની જેમ સળગી ઊઠે છે ભીતરમાં? કુંડળીના કુંડાળા ને જન્મપત્રીના ચિતરામણમાં તમે ખોવાઈ જાવ ખરા? વાર્ષિક ભવિષ્ય કે અઠવાડિક ભવિષ્ય ને છેવટે આજનું ભવિષ્ય પણ વાંચવાનો નશો તમને વળગ્યો છે ખરો?
ઘણે ભાગે એવું બનતું હોય છે કે જ્યોતિષ જીવનની જિંદાદિલીને, જિંદગીના ઝમીર અને ખમીરને ભરખી જાય છે!
જ્યોતિષના ચક્રો ક્યારેક વિષચક્ર બની જાય.. અને પછી ભવિષ્યવાણીઓના આંટાફેરામાં કે શનિ-મંગળની દશાના દાબડામાં આપણું ખમીર-આપણું જોશ પુરાઈને દયનીય બની જાય!
દોસ્ત! તમારું ભાવિ પંચાંગોનાં પૂઠાં વચ્ચે પથરાયેલું નથી. તમારું ભાવિ તમારા પ્રબળ પુરુષાર્થના પર્વત પર પાંગરેલું છે! અલબત્ત, સાહસ જોઈએ. તળેટીથી પર્વત સુધીની યાત્રા કરવા માટે! હથેળીઓની આડી-ઊભી રેખાઓમાં જિંદગીની ઇમારતનો નકશો ક્યાંય નહીં જડે મારા દોસ્ત! એ તો
હાથમાં છે તોય કાબૂ બહાર છે!
હસ્તરેખાઓનો કેવો ભાર છે! અલબત્ત, જ્યોતિષ વિજ્ઞાન તરીકે સત્યની સમાંતર ઊભું રહે છે, પણ જ્યારે જીવનની સાથે એનાં ચેડાં ચાલુ થઈ જાય પછી માનવી ઝંખવાઈ જાય..એની તમન્નાઓ આડા રસ્તે દોરવાઈ જાય અને ભઈલા, તમન્નાઓના તીરે ઊભા રહીને તરફડિયાં મારનારા તમારા-મારા જેવા લોકો તમાશો બની રહે છે.
આંખ વગર ઊડતું પંખી બહુ જલદી અકસ્માતનો ભોગ બને છે! જ્યોતિષની જાળ કરોળિયાની જાળ જેવી છે...રચનારને પોતાને જ ગૂંચવી નાંખે છે! કરોળિયો પોતે જ શિકાર બની જાય છે પોતાની જાળનો! ભૂલેચૂકેય આલતુફાલતૂ ફૂટપાથિયા જ્યોતિષના ફંદામાં ફસાતા નહીં! કારણ કે :
‘ન શોધો ભાગ્યની રેખા તમે કોરી હથેળીમાં!
સીડી પથ્થરની ક્યાંથી હોય પત્તાની હવેલીમાં તમન્નાઓને પાંખો હોય છે, આંખો નથી હોતી ઊડે છે ટોડલેથી ખાય છે પછડાટ ડેલીમાં!”
વિચાર પંખી
For Private And Personal Use Only