________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતની રીત
પ્રેમ એક અદ્ભુત ચીજ છે! બધાં મૂલ્યો કરતાં માનવીય મૂલ્યો શાશ્વત છે! માનવીય મૂલ્યો જળવાય છે પ્રેમના આગોશમાં! પણ આપણે તો પ્રેમના નામેય સોદા કરીએ છીએ - પ્રેમ નથી કરતા! કરીએ તો એ વસ્તુને..વ્યક્તિત્વને...અસ્તિત્વને નહીં! દેહની પાછળ પાગલ બની જઈએ છીએ..દિલને પિછાણે છે કોણ? પ્રેમ અને વહેમ હોઈ જ ના શકે એકી સાથે! નેહ અને સંદેહ રહી જ ના શકે સાથે! લાગણી અને માગણી ક્યારેય સમાંતર ન જીવી શકે!
આપણો તો પ્રેમ પણ પાંગળો...સ્નેહ પણ શુષ્ક અને સુસ્ત! જે દિવસે અપેક્ષાવિહોણો પ્રેમ કરવાના શ્રીગણેશ કરીશું. બસ જીવન ત્યારે જ સાચી દિશામાં ગતિશીલ બનશે! એક વાત સમજી લેવાની જરૂર છે:
કોઈને પણ કામનાથી બાઝવું એટલે જિંદગીભર લાલસામાં દાઝવું!' લાગણીમાં વળી માગણી શું?
આપણા હિસાબી દિમાગમાં સાચો પ્રેમ પાંગરી શકે ખરા? આપણે તો આકાંક્ષાઓના અઢળક કાટમાળ નીચે દટાઈને જીવીએ છીએ ને વાતો કરીએ છીએ પ્રેમની!
પ્રેમ જ્યારે અપેક્ષાવિહોણો બનશે ત્યારે જ પરમાત્માની ઝલક મળશે! પરમાત્મા તમારા શ્વાસોની સરગમ પર ગીત બનીને ઊતરી શકે, જો પાગલ બની જાવ પરમાત્મા માટે તો પછી તમે કહી શકશો...
દિલના જખોને જગત આગળ કદી ખોલું નહીં,
પ્રેમના એ રત્ન મોંઘા પથ્થરે તોલું નહીં, એમ લાગે તુજ વિના પણ અન્ય સાંભળનાર છે,
તો મરી જાઉં પરંતુ શબ્દ પણ બોલું નહી”
વિચાર પંખી
૪૩
For Private And Personal Use Only