________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઝઘડો સાસુ વહુનો!
સમાજના ચોકઠામાં પુરાયેલા સંબંધોમાં વધુ ને વધુ બિસમાર અને બીમાર બનતો સંબંધ જો કોઈ હોય તો તે છે સાસુ અને વહુનો!
વહુ એટલે
જાણે સાસુ અને વહુ વચ્ચે સ્નેહનો નાતો હોઈ જ ના શકે! સાસુનું સમીકરણ એટલે
જે પડાવે આંસુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે જુએ ત્રાંસું
જે સોનું નહીં પણ કાંસું એનું નામ ‘સાસુ’!
જે ઝગડે બહુ
જેને દબડાવે સહુ એનું નામ ‘વહુ’!
વહુને રડાવે નહીં...આસું પડાવે નહીં તો એ સાસુ કેવી? સાસુને સામી ન થાય...બરાબરની સંભળાવે નહીં...એ વહુ કેવી?
સંબંધોનો પુલ જાણે તૂટી ગયો છે...કે તરડાઈ ગયો છે! માટે તો આખું પારિવારિક જીવન ભંગાણના આરે ઊભું છે. સમાજનું સ્વાસ્થ્ય ભંગાર થતું જાય છે! સંબંધોનું સ્વાસ્થ્ય તદ્દન કથળ્યું છે ત્યાં સૌન્દર્ય અને શણગારની વાત ક્યાં કરવી? પરિવારની પ્રેમભરી ઇમારતના પાયામાંથી જો સંબંધની એકાદ ઈંટ પણ તૂટે કે તરડાય તો આખી ઇમારતને આંચકો આપે છે.
સંબંધોના દીવામાં સ્નેહનું તેલ પૂરો...પ્રેમની જ્યોતને વધુ ને વધુ પ્રકાશવાન બનાવો!
સાસુ-વહુના સંબંધો તો મા અને બેટીનો નાતો છે! પણ જ્યાં સ્વાર્થ અને શોષણના જ સોદા હોય ત્યાં સ્નેહ અને સંબંધની વાત ક્યાં કરવી?
તમે સાસુ હો તો વહુને હમેશાં કહો ‘સારું, એવું કરજે...'
વહુ હો તો સાસુને કહો - ‘વારુ એમ કરીશ’!
પછી ‘સાસુ સોના જેવી ને વહુ ઘરેણા જેવી!' વિચાર પંખી
For Private And Personal Use Only
૩૯