________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1913 A BEAUTIFUL FACE Y MAY BE HEARTLESS!
માત્ર રૂપાળા ચહેરાઓના ચાહકોને ચોટ લાગી જાય એવી વાત છે ! પણ ક્યારેક કડવીવખ સચ્ચાઈને પણ જીરવવી પડે છે! આમેય સત્ય “સુગરકોટેડ' હોતું જ નથી - જીવન જીવતાં જગતમાં ઘણી બધી જાતનાં ઝેર જીરવવાં પડે છે દોસ્ત! આ પણ એવું જ એક ઝેર છે!
કેવળ કાયાની કમનીયતા કે ખૂબસૂરતીની પાછળ જો પાગલ બન્યા તો ખોવાઈ જશો...અટવાઈ જશો. આંધળા-પાટા જેવી આ જિંદગીની અવાવરુ ગલીઓમાં!
તનનું સૌન્દર્ય એક'દિ કરમાઈ જવાનું! શરીરનું સૌષ્ઠવ એક'દિ ઓગળી જવાનું! અને રૂપાળાં હૈયાં તો સાવ આળો. ક્યારેક તો તદ્દન કાળાં, ભીતરમાં ઝંખનાનાં જાળાં, બાઝયાં હોય એવાં હોય છે! બહુ સાવધ રહીને પસંદગીના પંથે પગલું મૂકવા જેવું છે!
બાહરી રૂપરંગમાં રોકાઈ ગયા તો સંબંધનો સેતુ અરસપરસ રચી નહીં શકો!
આંખ ભલે ખૂબસૂરતીને ખોળ્યા કરે પણ અંતરને અંતર સુધી પહોંચવા દો! અંતરમાં અંતર ના રહે એ જુઓ!
રૂપ અને જવાની તો બજારમાં મળતા પરચૂરણ જેવાં, જ્યારે ખલાસ થઈ જાય..રામ જાણે! મોટા ભાગે તો મળે જ નહીં. ખરુંને? રૂપ નહીં પણ હૃદય જુઓ! એક વાત તમને કાનમાં કહું છું
ઝાંઝવામાં કંઈ સલિલ નથી હોતું,
શમણાનું નામ કંઈ મંઝિલ નથી હોતું, રૂપની ધૂપ પર એતબાર ન કર દોસ્ત,
રૂપની પાસે કાંઈ દિલ નથી હોતું! (રૂપાળા ચહેરાઓની માફી સાથે)
૪૦
વિચાર પંખી
For Private And Personal Use Only