________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કોને દોષ દો છો?
`Day by day,
In every way,
We are getting better & better.'
ફ્રાંસિસી ડિપ્લોમેટ ‘એમિલ કોંટે’ નું આ વાક્ય હતાશાનાં હીબકાં ભરતા...કે નિરાશાની નિંદામણમાં ગરકાવ બનેલા માનવને જોમ અને જોશ આપવાની અદ્ભુત તાકાત ધરાવે છે!
તમે હંમેશાં વિધેયાત્મક વિચાર કરો!
વિચાર પંખી
Think very Positively.
નકારાત્મક વલણ તમને આગળ નહીં વધવા દે! જે નજર સામે છે તેને જુઓ, સમ્યગ્ રીતે જુઓ! જે આસપાસમાં વિખરાયેલું છે...એને વિવેકથી અપનાવી લો!
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે! પણ ચંદ્રમા પર પગલાં મૂકવાની મસ-મોટી ડંફાસો મારનાર માનવીને ધરતી પર જીવતાં નથી આવડતું! આ કેવી કરુણતા છે!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ગિલા ન કર યહ ન દિયા,
રહ ન દિયા, ઉસને મુઝ કો!
ઈતના ક્યા કમ હૈ? જો
ઉસને ઈન્સાન બના દિયા તુજ કો?”
For Private And Personal Use Only
૩૭