________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિક
પડદો હટાવો ને...!!
પડદો મખમલનો હોય કે મલમલનો પડદો આખર પડદો છે! આત્મા અને પરમાત્માની વચ્ચે પણ જાતજાતના અને ભાતભાતના પડદા પડેલા છે. પાપોના પડદા.. વાસનાઓના પડદા. જેના કારણે આપણે પરમાત્માને પામી નથી શકતા.. આ જીવનમાં જો એ તમામ પડદાઓને અળગા કરી દઈએ તો.. આપણો આત્મા પરમાત્મામાં સમાઈ જાય..! પણ આપણા રામ તો રોજ નવા-નવા પડદારએ જાય છે! પછી ક્યાંથી સાંપડે આપણને પરમાત્માનું નિકટ્ય? કેવી રીતે આત્માની આરસીમાં પરમાત્માની છબી ઊપસશે? વાસનાઓના ડાઘાઓથી આત્માનો આઈનો ધંધળાઈ ગયો છે.. ભક્તિની ભીનાશથી એ આરસીને માંજીએ....આ આંખોમાં અવિનાશીના આકર્ષણને આજીએ..પછી જુઓ...! પાપોના પડદા કેવા ચિરાય છે! અને પરમાત્મા આપણી એકદમ પાસે...! તદ્દન નિકટ.. જાણે “વહેંત છેટો વાલમા'
અરે, પછી આપણી અને પરમાત્માની વચ્ચે લગીરે અંતર નહીં રહે!
વિચાર પંખી
For Private And Personal Use Only