________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મા આખર મા છે!
યહૂદી ધર્મગ્રંથ ‘તાલમૂદ' માં એક ઠેકાણે લખ્યું છે: ‘ઈશ્વર બધે નથી પહોંચી શકતો માટે તેણે મા' નું સર્જન કર્યું છે.' કેવી ઊંચી વાત છે! મા એ પરમાત્માની નાની આવૃત્તિ છે. ‘મા’ ની મમતાનાં મોલ કરતાં કરતાં કવિઓ પણ થાકી ગયા! એના વાત્સલ્યને વાચા આપવા માટે તો શબ્દોય શોધ્યા ના જડે! લખવા લાગો તો અક્ષરો ઓછા પડે!
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા વિષે તો ખલિલ જિબ્રાન પણ મોંધી વાત કરે છે: માણસના હોઠ પર જો કોઈ રમ્ય શબ્દો સરકી શકે તો તે હશે ‘મા’! અને મીઠો મધઝરતો ઉચ્ચાર જો કોઈ હોય તો તે છે ‘મારી મા!
માની આંખનું આંસુ એ આંસુ નહીં પણ લોહી છે! એના હોઠ પરથી સરકતા શિખામણના શબ્દો એના માસૂમ હૈયાની કારી વેદનાને છતી કરે છે. એના બિન્દુ જેવા આંસુમાં સિંધુનો ખળભળાટ ખામોશ છે. માનાં આંસુ ત૨ફ બેપરવા ના બનશો.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે: ‘માના આશીર્વાદ ભાવમંગલ છે. આખરે તો પરમાત્મામાંય ‘મા' છે... આત્મામાં તો છે જ!
For Private And Personal Use Only
વિચાર પંખી