________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
િઆજે એ...કાલે આપણે!
બીજાની તરફ આંગળી ચીંધનાર માણસ જો ક્યારેક પોતાની જાતને જોવાની તસ્દી લે તો?
સામી વ્યક્તિને જ મૂલવવાની આળપંપાળમાં પડેલો માનવી જરી જાત તરફ ઝૂકીને જોતાં શીખે તો?
પણ ના. આપણને બધાને ટેવ પડી ગઈ છે. બીજા તરફ જોવાની! બીજાનું જ જોવાની! અને એ જોવામાં જ આપણે આપણું ઘણું બધું ગુમાવી બેસતા હોઈએ છીએ. એનો જો કે આપણને અણસાર પણ નથી આવી શકતો!
આપણી આંખો કે જે સામે જ જોવા ટેવાયેલી છે... એને ક્યારેક નીચી નમાવીને હૈયામાં ડોકિયું કરીશું ખરા આપણે?
બીજાના ગુણદોષની ચર્ચા કરતાં આપણે આપણી ગલતીઓને શું ગળી જતા નથી?
જે પોતાની જાતને સમજી ના શકે. મૂલવી ના શકે.. એ વળી બીજાને શું મૂલવવાના? સરિતા તટે બળતી ચિતા, લોકો બેઠા રેતમાં,
કાંઈક આવ્યા વેષમાં ને કાંઈક આવ્યા હતમાં, મરનારને સહુ હિસાબ કરતા, પુણ્યનો ને પાપનો,
મૃતક બોલ્યું: “આજ મારો, કાલ વારો આપનો
વિચાર પંખી
૩૩
For Private And Personal Use Only