________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આપવાનો આનંદ!
૩૨
તમારી પાસે કાંઈક છે?
મનગમતું કાંઈક છે?
તો આપો...આંખો મીંચીને!
ઘો દિલ ખોલીને!
આપવાનો આનંદ જ ર છે. દેવાની મજા માણવા જેવી છે! તમે ક્યારેય ગુલાબની પાંદડીઓને જોઈ છે? જો તમે એને હથેળીમાં બંધ કરી દેશો તો કરમાઈ જશે. એ કૂણી કૂણી પાંદડીઓ ચીમળાઈ જશે...! મૂરઝાઈ જશે...! પણ જો તમે એને ખુલ્લી હથેળીમાં રાખશો તો એની ફોરમતી સુવાસ તમને, તમારી આસપાસને... તરબતર બનાવી દેશે!
ખાડા-ખાબોચિયાં જેવા બંધિયાર ના બનો! મારા મહેરબાન! મન મૂકીને વરસતાં વાદળાં જેવા બનો!
માટે તો કવિએ ગાયું છે;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ, ને ગમતાનો કરીએ ગુલાલ
Give & Give, Demand Nothing...!
For Private And Personal Use Only
વિચાર પંખી