________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'One can take-up your insult,
but not artificial smile.'
ફૂલોની શૂભન કોણ જાણે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલું તીખું ને સોંસરું ઊતરી જાય એવું વાક્ય છે!
તમે કોઈનું અપમાન કરશો...કોઈની ઉપેક્ષા કરશો તો સામી વ્યક્તિ સહી લેશે.ખમી લેશે..જીરવી લેશે... પણ તમે એની સાથે બનાવટી વ્યવહાર કર્યો... દેખાવ પૂરતી લાગણીઓ બતાવી તો એ સાચે જ અસહ્ય બની જશે!
વિચાર પંખી
કાંટા વાગે એની વેદના તો નજરે ચઢે...પણ કાગળનાં ફૂલો,..ખુશબોવિહોણાં ફૂલોને સ્પર્શતાં જે વેદના વેઠવી પડે છે એને બધા ક્યાં સમજી શકે છે?
લોકોને મહોરાં પહેરીને જીવવાની જાણે આદત પડી ગઈ છે? આપણી Originality જાણે મરી પરવારી છે... અહીં તો બધું જ બનાવટી! હાસ્ય પણ તકલાદી અને આંસુ પણ તકલાદી...ગ્લિસરીનની' જાણે જિંદગી એટલે -
‘એક ચેહરે પે કઈ ચેહરે લગા લેતે હૈં લોગ’
For Private And Personal Use Only
૨૯