________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્મિતના વમળમાં આંસૂ
કેટલા બધા-નાના ને ઊંડા જખમો લઈને આપણે જીવીએ છીએ! કોઈની વાણીથી કે કોઈના વર્તનથી આપણે દુભાઈએ છીએ. દુણાઈએ છીએ. અલબત્ત, ભીતરના ઘાવને કોણ જાણી શકે કે જોઈ શકે?
માણસો માત્ર બંદૂકથી જ મરે એવું નથી! એકાદ શબ્દનું તીર પણ માનવીના હૈયાને છેક ઊંડે સુધી વીંધી નાખે છે! શબ્દો ક્યારેક મશીનગનનું કામ કરતા હોય છે.
૨૮
શબ્દોથી મરેલાં હૈયાંઓને ઉપાડીને ફરતી જીવતી લાશોને માણસ તરીકે ઓળખવામાં આવે છે. ભીતરનું જીવન તો સાવ જ મરી જાય છે... સંકોચાઈ જાય છે, સમેટાઈ જાય છે! ચહેરાના સરોવરમાં રચાતા સ્મિતના વમળમાં મોટા ભાગે આંસુઓ છુપાયેલાં હોય છે. અફકોર્સ, એ આંસુને ઓળખવા માટે આંખ કામ નથી લાગતી!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભીતરની ભોમકાને ખેડવા માટે તો ભાવનાઓની મૂડી જોઈએ... પણ હાયે, અહીં તો...
‘મનુષ્યો ભાગ ભજવે છે.
કદી ઈશ્વરથી ચઢિયાતો!
નિત નવા મોત આપે છે ને, મરવા પણ નથી દેતા!
For Private And Personal Use Only
વિચાર પંખી